Western Times News

Gujarati News

ભારતી એક્સા લાઇફ ઇન્સ્યોરન્સએ ગ્રોથ શિલ્ડ પ્લસ લોન્ચ કર્યુ

આ પ્લાન રોકાણ પરના વળતર સાથે 100 ગણુ લાઇફ કવર પ્રદાન કરે છે

મુંબઇ, ભારતી લાઇફ વેન્ચર્સ પ્રાયવેટ લિમીટેડની સંપૂર્ણ માલિકીની ભારતી એક્સાએ આજે ભારતી એક્સા લાઇફ ગ્રોથ શિલ્ડ પ્લસ લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે. આ પ્લાન એ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન છે જેની ડિઝાઇન માર્કેટ સાથે જોડાયેલ​વળતર સાથે 100 ગણા વાર્ષિક પ્રિમીયમ સુધીનું જીવન વીમા કવચ આપશે. Bharti AXA Life Insurance launches Growth Shield Plus.

આ પ્રોડક્ટ ફક્ત ગ્રાહકોના રક્ષણની ખાતરી આપશે એટલુ જ નહી પરંતુ તેમના રોકાણ લક્ષ્યાંકો અને જોખમ વળતર પસંદગી અનુસાર અસંખ્ય ફંડ વિકલ્પ સાથે રોકાણ વ્યૂહરચનાઓની વચ્ચે પસંદગી કરવાની સાનુકૂળતા પણ આપશે. વધી રહેલી મહત્ત્વાકાંક્ષાઓ અને અંગત અને વ્યાવસાયિક લક્ષ્યાંકો હાંસલ કરવાની જરૂરિયાત સાથે આ પ્લાન જે વ્યક્તિને આયોજિત વ્યૂહાત્મક રોકાણો મારફતે સંપત્તિમાં વધારો કરવામાં મદદ કરશે.

ભારતી એક્સા લાઇફ ગ્રોથ શિલ્ડ પ્લસ (UIN: 130L123V01) અન્ય ફાયદાઓ પણ પ્રદાન કરે છે જેમાં ચાર્જીસ પરતગી અને ફંડ વેલ્યુ પર 30% સુધીના લોયલ્ટી લાભોનો સમાવેશ થાય છે. જે વ્યક્તિઓ આ પ્લાન અપનાવે છે તેમને બે ગણા પ્રિમીયમ એલોકેશન ચાર્જ પરત મળશે અને મોર્ટેલિટી ચાર્જ ત્રણ ગણો મળશે. વધુમાં ગ્રાહકો ચૂકવાયેલા પ્રિમીયમ પર કર લાભો પણ મેળવી શકે છે, જે આવક વેરા ધારો, 1961 હેઠળની પ્રવર્તમાન જોગવાઇઓને આધિન રહેશે.  ગ્રાહકોના આવશ્યક માપદંડોને પરિપૂર્ણ કરતા હોય તેવા અસંખ્ય પ્રોડક્ટ લાભો પણ ઉપલબ્ધ છે.

ભારતી એક્સા લાઇફ ઇન્સ્યોરન્સના ચિફ ડીસ્ટ્રીબ્યૂશન ઓફિસર શ્રી મુરલી જલાનએ જણાવ્યું હતુ કેઅમને ભારતી એક્સા લાઇફ ગ્રોથ શિલ્ડ પ્લસ લોન્ચ કરતા ખુશી થાય છે. આ પ્લાન અમારા તરફથી વિશિષ્ટ ઓફરિંગ છેજેની ડિઝાઇન ટીમ પ્લાન અને યુલિપના સંયુક્ત લાભો પૂરા પાડવા માટે કરવામાં આવી છે. આ લોન્ચ કરવાનો અમારો આખરી હેતુ નવી પ્રોડક્ટ છે જેથી જે તે વ્યક્તિને તેમના પરિવાર માટે નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા સક્ષમ કરવાની સાથે લાંબા ગાળે તેમની સંપત્તિમાં વધારો કરવા માટે પણ સશક્ત બનાવી શકાય. ગ્રાહકોને યુલિપ અને ટર્મ પ્લાનની વચ્ચે હવે પસંદગી કરવાની જરૂર નથી કેમ કે આ પ્રોડક્ટ બન્ને લાભો પ્રદાન કરે છે.

ભારતી એક્સા દ્વારાના નવા પ્લાનમાં ‘બેસ્ટ ઓફ બોથ વર્લ્ડઝ’ના ખ્યાલનો સમાવેશ કરે છે જે એક જ વખત રોકાણ કરવું અને બેના લાભો મેળવવા તેવા ખ્યાલને ઉજાગર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.