Western Times News

Gujarati News

દીકરાને ઘરે એકલો મૂકીને કામ પર જવાનો ભારતીને નથી કોઈ પસ્તાવો

મુંબઈ, ભારતી સિંહ એક એવું નામ છે જેને ભાગ્યે જ કોઈ નહીં ઓળખતું હોય. કોમેડિયન, અભિનેત્રી અને હોસ્ટ ભારતી સિંહ દરેકની ફેવરિટ છે. અવોર્ડ સેરેમની હોય, રિયાલિટી શૉ હોય કે પછી કપિલ શર્માનો શૉ હોય, ભારતી પોતાના હ્યુમરથી સૌને હસાવે છે.

૩ એપ્રિલના રોજ ભારતીએ દીકરાને જન્મ આપ્યો હતો. ભારતી અને હર્ષ લિંબાચિયાએ પોતાના દીકરાને લક્ષ્ય નામ આપ્યું છે, પરંતુ પ્રેમથી તેને ગોલા કહીને બોલાવે છે. થોડા સમય પહેલા જ તેમણે ગોલાનો ચહેરો ફેન્સને બતાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગોલાના જન્મના એક દિવસ પહેલા સુધી ભારતી સિંહ કામ કરી રહી હતી અને ડિલિવરીના ૧૨ દિવસ પછી જ તે કામ પર પાછી ફરી હતી.

નવજાત બાળકને ઘરે મૂકીને કામ પર જવા બાબતે ઘણાં લોકો ભારતીના વખાણ પણ કરે છે, જ્યારે ઘણાં લોકો તેની ટીકા પણ કરે છે. લોકોનું કહેવું છે કે, પૈસા માટે આ પ્રકારે દીકરાને મૂકીને જવું યોગ્ય નથી. પરંતુ ભારતી સિંહનો અભિપ્રાય આ બાબતે સ્પષ્ટ છે.

તેણે વાતચીતમાં કહ્યું કે, ઘણી વાર એક જ સમયે બધા કામ આવી પડે છે. ફોન વાગી રહ્યો હોય છે, દરવાજા પર પણ કોઈ આવીને ઉભું હોય છે, લંચ અને ડિનરની પ્લાનિંગ પણ થઈ રહી હોય છે, બાળકને પણ તે જ સમયે અટેન્શન જાેઈતું હોય છે.

હવે મને સમજાય છે કે લોકો માને દુર્ગા માતા સાથે કેમ સરખાવે છે. કામ પર પાછા ફરવા બાબતે ભારતી જણાવે છે કે, મેં ગોલાના જન્મના ૧૨ દિવસ પછી જ કામ પર જવાની શરુઆત કરી હતી. કારણકે મેં ચેનલને કમિટમેન્ટ આપી હતી. પરંતુ લોકોએ મને ટ્રોલ કરવાની શરુઆત કરી. પ્રેગ્નેન્સી દરમિયાન પણ લોકોએ ઘણી સલાહ આપી હતી, કેવી રીતે ઊંઘવુ જાેઈએ, યોગ કરવા જાેઈએ, વગેરે.

લોકોએ સલાહ આપી કે, મારે આરામ કરવો જાેઈએ, વધારે કામ ના કરવું જાેઈએ. અમુક પ્રકારના જૂતા ના પહેરવા જાેઈએ. હું પ્રેગ્નન્સીના અંતિમ દિવસો સુધી કામ કરતી રહી.

તમારું શરીર કેટલું સક્ષમ છે જેની જાણકારી તમને જ હોય છે. ભારતી સિંહ જણાવે છે કે, હર્ષે બેબીને હેન્ડલ કેવી રીતે કરવું જાેઈએ તે વિશે ખૂબ જાણકારી મેળવી રાખી હતી. પણ હું તે લખાયેલી વાતો પર વિશ્વાસ નથી કરતી. લોકો કહે છે કે, બાળકના જન્મ પછી શરુઆતના વર્ષોમાં શાંતિ વાળી ઊંઘ અને જીવનની મોજ ભૂલી જવી પડે છે, તે ખોટી વાત છે.

કારણકે હું આટલા બધા કામ કરવાની સાથે મજા કરી રહી છું. જ્યારે બેબી તમારા હાથમાં હોય છે તો સૌથી મોટી ખુશી તે જ હોય છે. ઉલ્લેખીય છે કે ભારતી સિંહ સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ હોસ્ટ કરશે. દીકરાને ઘરે મૂકવા બાબતે ભારતી જણાવે છે કે, મારો દીકરો ઘરે એકલો નથી. મારો પરિવાર, બે હેલ્પર્સ, હર્ષનો પરિવાર, મારી ભત્રીજી તમામ લોકો મને સપોર્ટ કરવા માટે છે. અને મેં ઘરે કેમેરા પણ લગાવી રાખ્યા છે, જેથી હું વારંવાર ચેક કરી શકું. અત્યારે તે સુરક્ષિત હાથમાં છે, માટે મારા માટે તે ચિંતાનો વિષય નથી.

અને મને તેને ઘરે મૂકીને જવાનું દુખ પણ નથી થતું. હું મારા કામ બાબતે ઘણી પેશનેટ છું. મને લાગે છે કે જાે હું કામ નહીં કરું અને પૈસા નહીં કમાઈ શકું તો ઘરે આ સુવિધાઓને અફોર્ડ નહીં કરી શકીએ. અને આ વખતે તો હું એકલી જ શૉ હોસ્ટ કરી રહી છું, માટે ગોલાની સાથે હર્ષ પણ ઘણો સમય પસાર કરી શકશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.