ધ કપિલ શર્મા શોમાં જાેવા નહીં મળે ભારતી સિંહ

શો અગાઉ ભારતી થોડો બ્રેક લેવા ઈચ્ચછતી હતી
મીડિયા સાથેની વાતચીતમાં ભારતી સિંહે સ્પષ્ટતા કરી હતી કે તે કપિલ શર્મા સાથે તેના શોમાં કામ કરી શકે તેમ નથી
મુંબઈ,ફરી એક વખત ‘ધ કપિલ શર્મા શો’ નાના પડદા ઉપર તદ્દન નવા સ્વરૂપમાં પુનરાગમન કરવા જઈ રહ્યો છે. ટીવી ચેનલ પર ‘ધ કપિલ શર્મા શોમાં હવે અનેક કૉમેડિયન તથા સ્ટર્સ દર્શકો જાેઈ શકશે. આ વખતના શોમાં અનેક નવા ચહેરા તો જાેવા મળશે પણ કેટલાક જૂના ચહેરા જાેવા મળશે નહીં.
આ જૂના ચહેરા પૈકી એક નામ ભારતી સિંહનું છે. કેટલાક દિવસ પૂર્વે જ માતા બનેલી ભારતી સિંહ સતત તેના દીકરા સાથે જાેવા મળી રહી છે. દર્શકો ઈચ્છતા હતા કે તેઓ તેને ‘ધ કપિલ શર્મા શો’માં પણ જાેઈ શકે, પણ ભારતીએ આ અંગે ખુલાસો કર્યો છે કે કેટલાક કમિટમેન્ટને લીધે તે આ શોમાં ભાગ લઈ શકશે નહીં. મીડિયા સાથેની વાતચીતમાં ભારતી સિંહે સ્પષ્ટતા કરી હતી કે તે કપિલ શર્મા સાથે તેના શોમાં કામ કરી શકે તેમ નથી.
તે આ શો અગાઉ અન્ય શો માટે કમિટમેન્ટ આપી ચુકી છે. તે આ શો પૂર્વે થોડા સમય માટે બ્રેક લેવા ઈચ્છતી હતી. ભારતી સિંહે વિગતવાર જણાવ્યું હતું કે તે આ શો અગાઉ થોડો બ્રેક લેવા ઈચ્ચછતી હતી અને જ્યારે આ શો ટીવી ઉપર ટૂંક સમયમાં આવવાનો છે તો તે આ સમયે ‘સા રે ગા પા’ સાથે કમિટમેન્ટ આપી ચુકી હતી. જાેકે તેણે એવી પણ ખાતરી આપી કે જાે બન્ને ક્લેશ નહીં થાય તો તે વચ્ચે-વચ્ચે દર્શકોને ‘કપિલ શર્મા શો’માં જાેવા મળી શકે છે.
ભારતી સિંહ કહ્યું કે તે માતા બન્યા બાદ થોડી વધારે વ્યસ્ત થઈ ગઈ છે. તેણે પોતાના ફેન્સને વિનંતી કરી છે કે તે હવે એક કલાકાર હોવા સાથે સાથે માતા પણ છે, માટે દરેક શોમાં જાેવાની આદત ન રાખો. પણ તે ફેન્સ માટે હંમેશા કામ કરતી રહેશે.ss1