Western Times News

Gujarati News

Naatu Naatu ઉપર ભારતી સિંહના દીકરાએ કર્યો ડાન્સ

મુંબઈ, ભારતીય ફિલ્મ RRRના નાટુ-નાટુ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ મળ્યો છે. ‘નાટુ-નાટુ’ ગીતએ અગાઉ ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્‌સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો ખિતાબ જીત્યો હતો.

RRRનું નાટુ-નાટુ ગીત લખનારા ગીતકાર ચંદ્રબોઝ અને સંગીતકાર એમ. એમ. કીરાવાનીએ ઓસ્કર સમારંભમાં ટ્રોફી લીધી હતી. આ જીતને કારણે સર્વત્ર ખુશીનો માહોલ છે. Bharti Singh’s son danced on Naatu Naatu

દરેક જણ આ ગીત પર ધૂમ મચાવે છે. કોમેડિયન ભારતી સિંહના પુત્ર ગોલાએ પણ આ ગીતની ધૂન સાંભળી છે. આ વિડિયો કોમેડિયને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જે ખૂબ જ ક્યૂટ છે. ભારતી સિંહે દીકરા ગોલાનો મજેદાર વિડિયો શેર કર્યો છે અને બેકગ્રાઉન્ડમાં નાટુ નાટુ ગીત મૂક્યું હતું. જેમ જેમ તેનો સૂર ઝડપી થઈ રહ્યો છે, ગોલાના હાથ-પગ તે પ્રમાણે ડાન્સ કરી રહ્યા છે.

એવું લાગે છે કે તે આ ગીત પર પરફોર્મ કરી રહ્યો છે. હવે આ શેર કરતાં ભારતીએ લખ્યું- જેવી ગોલાને ખબર પડી કે ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ અને આરઆરઆરને ઓસ્કાર મળ્યો છે, ખુશ થઈ ગયો છે. ભારતી અને હર્ષના દીકરા ગોલાનો જન્મ ૩ એપ્રિલ ૨૦૨૨ના રોજ થયો છે. ભારતી અને હર્ષનો દીકરો ગોલા ઉર્ફે લક્ષ્ય ૧૧ મહિનાનો થયો છે. તે બોલતા શીખી રહ્યો છે ત્યારે તે પહેલો શબ્દ પાપા બોલ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

આ સાંભળીને રાઈટર હર્ષ લિંબાચિયા ખુશીથી ઉછળી પડ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં ભારતીએ દીકરાને તેડેલો છે. આ વિડીયોમાં ભારતી ગોલાને પાપા બોલવાનું કહે છે

. અનેકવાર કીધા પછી છેવટે લક્ષ્ય પાપા બોલે છે. ગોલાના મોંએથી પાપા સાંભળીને હર્ષ લિંબાચિયાની ખુશીનો પાર નહોતો રહ્યો. તેણે વિડીયો શેર કરતાં લખ્યું, ગોલો પહેલો શબ્દ પાપા છે. સાથે જ તેણે હાર્ટ ઈમોજી મૂક્યા છે.

ભારતી સિંહ તેને મમ્મા બોલાવાનો પણ પ્રયાસ કરે છે પરંતુ તે બોલતો નથી. ત્યારે ભારતી પોતાને જ સાંત્વના આપતા કહે છે કે, એક દિવસ તે મમ્મી પણ બોલશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.