ભરૂચમાં ૧૨૦૦ ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાઈ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ભોલાવ વિસ્તારમાં માંથી ૧૨૦૦ ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નિકળેલ તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી.યાત્રાની શરૂઆત તુલસીધામ માર્કેટથી કરવામાં આવી હતી જે મુખ્યમાર્ગો પરથી પસાર થઈ સોમનાથ મહાદેવ મંદિરે પહોંચી સમાપન કરવામાં આવી હતી.
આ યાત્રામાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ ,ભરૂચ જિલ્લા બીજેપી મહામંત્રી નિરલ પટેલ,દિવ્યેશભાઈ પટેલ,અજયસિંહ રણા સહિત ગામના લોકો, વિવિધ એનજીઓ, સમાજસેવકો, હોમગાર્ડના જવાનો, રિટાયર આર્મી મેન અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ યાત્રામાં ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.મુખ્ય માર્ગ પરથી પસાર થતા ઠેર ઠેર લોકોએ આ ૧૨૦૦ ફૂટ લાંબી રાષ્ટ્ર ધ્વજની યાત્રાનું સ્વાગત કર્યું હતું.
યાત્રા દરમ્યાન દેશભક્તિના સૂત્રોચાર ગૂંજ્યા હતા અને ડીજે સાથે રાષ્ટ્ર ભક્તિના ગીતો તેમજ ભારતીય સેનાના શૌર્ય અને સાહસ ગાથાનું ગુંજન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું.
આ યાત્રા ઓપરેશન સિંદૂર માં પાકિસ્તાન સામે વિજય અપાવનાર દેશના વીર જવાનો પ્રત્યેનું ઋણ સ્વરૂપ માનસિક નમન છે.દેશ માટે શહીદ થયેલા જવાનોની યાદમાં અને ભારતીય સેનાના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા સહિત જનતામાં રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રત્યે ગૌરવ અને લાગણીની ભાવના વધારવાનો હતો.