ભરૂચના ચાર ખેલાડીઓ સોફ્ટ ટેનિસ રમવા ચાઈના જશે
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાનું ગૌરવ એવા ખનક પટેલ, ખૂબી જૈન,હેમ મહેતા અને જીવિકા શાહ આગામી તા.૧ નવેમ્બરથી શરુ થતી ચોથી વર્લ્ડ સોફ્ટ ટેનિસ જુનિયર ટુર્નામેન્ટમાં ભાગ લેવા ચાઈના ખાતે જનાર છે.આખા ભારત માંથી કુલ ૨૨ જેટલા ખેલાડીઓ પસંદ થયા છે.
જેમાંથી ગુજરાત માંથી કુલ ૭ ખેલાડીઓની પસંદગી થઈ છે.જે ખેલાડીઓ માંથી ૪ ખેલાડીઓ ભરૂચ જીલ્લાના છે.જે ખુબ જ ગૈરવની વાત છે.આ પહેલા તેઓ ગત વર્ષે રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં તેઓએ બ્રોંઝ મેડલ મેળવેલ હતો.
આ ૪ ખેલાડીઓ ચાલુ વર્ષે પ્રથમ વખત ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે.આ તમામ ખેલાડીઓ ભરૂચ ખાતે લવ ઓલ ટેનિસ એકેડમીમાં મહીદીપસિંહ ગોહિલ અને આર્ચી ગોહિલ પાસે કોચિંગ કરે છે. હાલમાં આ ખેલાડીઓનો અમદાવાદ ખાતે કેમ્પ ચાલુ છે.
જેમાં તેઓ ફિટનેશ અને રમત ઉપર ધ્યાન આપી રહ્યા છે.આ પ્રસંગે ભરૂચના કલેકટર તુષાર સુમેરા દ્વારા તેઓને સારું પ્રદર્શન કરી મેડલ લાવવા માટેની શુભકામનાઓ આપવા સાથે સ્કિલ ડેવલોપમેન્ટ પર ભાર આપવા માટે જાણવાયું હતું.
ભારતની ટીમ મેડલ મેળવી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા તુષાર સુમેરા તથા જીલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહે આપી હતી.