અંકલેશ્વર – ભરૂચ વચ્ચે રેલવે લાઈન નજીકથી બિનવારસી રાયફલ અને કારતુસ મળી આવ્યા.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ હથિયાર સિક્યુરિટી એજન્સીનું હોવાનું અનુમાન.
(વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર ભરૂચ વચ્ચેની રેલવે લાઈન પાસેની અવાવરું જગ્યા માંથી બિનવારસી બેડસીટ મળી આવી હતી જે માંથી રેલવે પોલીસને એક રાયફલ તેમજ 18 નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં આ હથિયાર સિક્યુરિટી એજન્સીનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
અંક્લેશ્વર ભરૂચ રેલવે લાઈન વચ્ચેની અવાવરુ જગ્યા માંથી રેલવે પોલીસને એક બેડસીટ મળી આવી હતી.જેમાં રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તે માંથી એક 12 બોરની રાયફલ તેમજ 18 નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા.
જેથી રેલવે પોલીસે આ અંગે અંકલેશ્વર શહેર પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ મામલે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા એલ.એ.ઝાલા તેમજ શહેર પોલીસ મથકના પીઆઈ એન.આર.ગામીત સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળ પર દોડી જઈ તપાસ શરુ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં 12 બોરની રાયફલ તેમજ કારતુસ સાથે એસ સિક્યુરિટી લખેલો સ્ટીલનાં બક્કલ વાળો બેલ્ટ તેમજ એસ સિક્યુરિટી લખેલ એક કેપ તેમજ કપડા મળી આવ્યા હતા.
શહેર પોલીસે 5 હજાર ની કિંમત 12 બોરની રાયફલ તેમજ 18 નંગ જીવતા કારતુસ મળીને કુલ રૂપિયા 5510 નો મુદ્દામાલ જપ્ત કરી આ હથિયાર સિક્યુરિટી એજન્સીનું હોવાનું અનુમાન લગાવીને વધુ તપાસ શરુ કરી હતી અને જો આ હથિયાર સિક્યુરિટી એજન્સીનું છે તો તે અવાવરુ જગ્યા માંથી શા માટે મળ્યુ તે અંગે શહેર પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ ની તપાસ માં આ બિનવારસી હાલત માં મળી આવેલ હથિયાર કોનું છે અને અહીં ક્યાંથી આવ્યું તેની ક્યાં પ્રકાર ની વિગત બહાર આવે છે તે જોવું રહ્યું.