ભરૂચની APMC શાકમાર્કેટમાં ગંદકી થતા વેપારીઓ મુશ્કેલીમાં
ચોમાસાની સિઝનમાં ગંદકીને લઈ રોગચાળો ફેલાવાની શક્યતા
ભરૂચ, ભરૂચ મોહમ્મદપુરા રોડ પર આવેલ એપીએમસી શાકભાજી માર્કેટમાં ગંદકીનો નિકાલ ન થતા રોગચાળો ફાટી નીકળશે એવી દહેશત ફેલાઈ રહી છે. રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ દ્વારા ભરૂચ મોહમ્મદપુરા રોડ પર આવેલ એપીએમસી શાકભાજી માર્કેટની મુલાકાત લીધી હતી.
આ ભરૂચ શાકભાજી માર્કેટનું એપીએમસી દ્વારા સીંચાલન કરવામાં આવે છે. આ શાકભાજી માર્કેટમાં આશરે ૪૦૦થી ઉપરાંત વેપારીઓની દુકાનો આવેલી છે તેમાં વેપારીઓ શાકભાજી તથા ફ્રુટનો હોલસેલનો ધંધો કરે છે
જેના કારણે આ શાકભાજી માર્કેટમાં વહેલી સવારથી ભરૂચ જિલ્લાના કિસાનો માલ લઈને આવે છે કિસાનોનો માલ આ વેપારીઓ ખરીદ કરે છે અને સ્થાનિક લોકલ વેપારીઓને વેચે છે જેના કારણે આ શાકભાજી માર્કેટમાં દરરોજ હજારો લોકોનો મેળાવડો થાય છે.
શાકભાજી માર્કેટના કારણે હજારો કિલો શાકભાજી વગેરેનો કચરો નીકળે છે. આ કચરો નિકાલ કરવાની જવાબદારી ભરૂચ એપીએમસીની છે અને ભરૂચ નગરપાલિકાની છે પરંતુ આ બંને સંસ્થાઓ આ કચરાનો નિકાલ કરતા નથી જેથી શાકભાજી માર્કેટમાં દરરોજનો નીકળતો હજારો કિલો કચરો એપીએમસીની શાકભાજી માર્કેટની પાછળ ખુલ્લી જગ્યામાં આ બધો કચરો ભેગો કરવામાં આવે છે.
ચોમાસાની સીઝન હોવાથી ભારે વરસાદને કારણે વરસાદના પાણી પડવાથી આ ઘન કચરો કહોવાઈ જવાને કારણે દુર્ગંધ ફેલાય છે જેના કારણે હોવાનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. છેલ્લા બેથી ત્રણ વર્ષથી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આ એપીએમસી વિરોધ સરકારમાં આવેદનપત્રો આપી રજૂઆત કરવામાં આવી છે છતાં સફાઈ કરાવતા નથી જેના કારણે ભરૂચ જિલ્લાના કિસાનો ભારે રોષની લાગણી વ્યાપી રહી છે.
જો આ શાકભાજી માર્કેટમાં આવેલ ઘન કચરાનો નિકાલ દિન ૧૦માં કરવામાં નહીં આવે તો ના છૂટકે રાષ્ટ્રીય કિસાન વિકાસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. જરૂર પડે આ એપીએમસીના સંચાલકો વિરૂધ્ધ ન્યાયની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી છે.