રખડતાં પશુઓ તોફાને ચડતા ભરૂચમાં ભયનો માહોલ

પ્રતિકાત્મક
તુલસીધામ શાકમાર્કેટમાં આખલાઓ તોફાને ચડતા વાહનોને નુકસાન થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર અને જીલ્લામાં રખડતા પશુઓનો આંતક જોવા મળી રહ્યો છે.જંબુસરમાં રખડતા પશુઓએ એક આદર ને થોડા દિવસ અગાઉ અડફેટમાં લેતા ૬ ફેકચર થયા હતા.ત્યાર બાદ પણ નગરપાલિકાને ગ્રામ પંચાયતની હદમાં રખડતા પશુઓનું દુષણ દૂર નહીં થતા ઝાડેશ્વર ભોલાવ વિસ્તારમાં ભરાતા શાકમાર્કેટ નજીક બેઆંખલાઓ તોફાને ચડતા સ્થાનિકોમાં ભયના માહોલ વચ્ચે વાહનોને નુકસાન થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ભરૂચ જીલ્લામાં હવે નગરજનો પણ સુરક્ષિત નથી તેઓ અનુભવ કરી રહ્યા છે ભરૂચ નગરપાલિકા સહિત ઝાડેશ્વર અને ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં રખડતા પશુઓનો આંતક જોવા મળ્યો છે ઝાડેશ્વર અને ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં રખડતા આખલાઓ તોફાને ચડતા રોડ ઉપરથી પસાર થતાં રાહદારીઓને સોસાયટીમાં રમતા બાળકોનું જીવવું જોખમ ઊભું થતું હોવાના આક્ષેપ વધશે
તુલસીધામ શાકમાર્કેટ નજીક જ આંખલાઓ તોફાને ચડતા નજીકમાં રમતા બાળકો પોતાનું જીવ બચાવી ભાગ્યા હતા જોકે આંખલાઓ એટલા ભયંકર રીતે તોફાને ચડ્યા હતા કે ધૂળની ડમરી ઉડવા વચ્ચે નજીકમાં પાર્ક કરેલા ફોર વ્હીલર વાહનોને પણ નુકસાન થયું હતું.
આંખલાઓ તોફાની ચડતા બે ફોરવીલ વાહનોને નુકસાન થવા સાથે કાચ તૂટ્યા હોય તેવી ઘટના સામે આવતા સ્થાનિક પંચાયતોની લાપરવાહીના કારણે જાહેર માર્ગો પર રખડતા પશુઓને લઈ નગરજનોની સુરક્ષા સામે સવાલો ઉભા થતા વાહનોને નુકસાન થયું હોવા અંગેની ફરિયાદ નજીકના સી ડિવિઝન પોલીસ મથકે વાહનચાલકોએ આપી હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.