ભરૂચમાં હિંદુઓના ધરણાં પ્રદર્શન કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોના વિરુદ્ધમાં શક્તિનાથ મંદિરના પટાંગણમાં ધરણા યોજી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોના વિરુદ્ધ હિન્દુ સમાજના લોકોએ ભરૂચના શક્તિનાથ મંદિરના પટાંગણમાં ધરણા યોજી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.ત્યાર બાદ રેલી સ્વરૂપે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી નરેન્દ્ર મોદી સુધી રજૂઆત પહોંચાડી કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ભરૂચમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શક્તિનાથ મંદિર નજીકના ગ્રાઉન્ડમાં ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી આક્ષેપ સાથે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે.હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે.હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે.
આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે.ત્યારે સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે.આ અત્યાચારના વિરુદ્ધ માં ભરૂચ ઈસ્કોનના પૂ.સંત ચિન્મય કૃષ્ણ દાસજી,મુક્તાનંદ સ્વામી,સનાતન ધર્મના ગાદી પતિ સોમદાસ બાપુ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન સાથે શાંતિ પણ માહોલ વચ્ચે ધારણા પ્રદર્શન યોજી રેલી
સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી કે સંત ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે, બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા,પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે સહિતની માંગ સાથે રજુઆત કરી હતી.આ પ્રસંગે વિવિધ પંથના સાધુ સંતો સહિત સનાતની હિન્દુઓ જોડાયા હતા અને રજુઆત કરવામાં આવી હતી.