ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ પત્નિ સાથે મતદાન કર્યું
(પ્રતિનિધિ) ભરૂચ, વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ક્રમાંક-૫૭ ખાતે તેમના પત્ની સાથે મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.
આ અવસરે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરા જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણો અધિકાર છે, તેથી તમામ લોકોએ મતદાન કરી પોતાની ફરજ અદા કરવાની અપીલ કરી હતી.
ભરૂચ જિલ્લાની ૫ વિધાનસભાઓમાં ૬,૫૦,૮૮૧ પુરૂષ મતદારો તથા ૬,૧૬,૬૧૮ મહિલા મતદારો તથા ૭૦ અન્ય મતદારો મળી કુલ ૧૨,૬૭,૫૬૯ જેટલા મતદારો નોંધાયેલા છે.આ તમામ મતદારોએ શાંતિપૂર્ણ મહોલમાં લોકશાહીના પર્વ ઉજવણી કરવા તથા વધુમાં વધુમાં મતદાન અનુરોધ તેમણે કર્યો હતો.