Western Times News

Gujarati News

ઉદ્યોગો સામે કડક અને આકરાં પગલા ભરવાની માંગ: કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં અનેક મોટા ઉદ્યોગો આવેલા છે.જેમાં અવાર-નવાર ગંભીર અકસ્માતો થતાં કામદારોએ પોતાના જીવ ગુમાવી રહ્યા હોવાના આક્ષેપો સાથે ભરૂચ જીલ્લા કોંગ્રેસના સમિતિએ તંત્ર આવા ઉદ્યોગો સામે કડક અને આકરા પગલા ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારના રોજ મોટી સંખ્યામાં એકત્ર થઈને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લોમાં અનેક મોટા મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. આ ઉદ્યોગો માટે અહીંયાના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનો આપ્યા બાદ આજે અહીંયા મોટા મોટા ઉદ્યોગો સ્થાપિત થયા છે.પરતુ તે સમયે જમીન આપનાર ખેડૂતોને નોકરી આપવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી પરતું તેમ છતાંય જમીન ગુમાવનારા લેન્ડલુઝરોને નોકરી પણ આપવામાં નહી આવતી હોવાના આક્ષેપો કર્યા હતા.

વધુમાં કંપનીઓના સંચાલકોની બેદરકારીના કારણે ઉદ્યોગોમાં જે કઈ આકસ્મિક ઘટના બને છે. ભરૂચ જીલ્લામાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં પણ સરકારે આકરા અને શિકક્ષાત્મક પગલાં લીધા હોય તેવું જાણવામાં આવ્યું નથી.

તાજેતરમાં ગુજરાત ફલોરોકેમીકલ્સ લીમીટેડ દહેજ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ગેસ લીકેજના બનાવથી ૪ લોકોએ જીવ ગુમાવ્યા અને અન્યને ઈજાઓ થઈ હતી.આવી ઘટના ના બને અને તેને રોકવાની જવાબદારી છે,તે વહીવટી તંત્ર તેમની કામગીરી માં સંદતર નિષ્ફળ ગયું છે. વહીવટી તંત્ર કંપનીને ક્લોઝર નોટીસ આપવાના બદલે વહીવટી અધીકારીઓ જે યુનીટમાં ગેસ લીકેજ થયુ છે તેને જ પ્લાન્ટને કલોઝર નોટીસ આપી છે.

આવી ગંભીર ભુલને  અધીકારીઓ ખુબ જ હળવાશથી લઈ રહ્યા છે. આ બનાવમાં કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારીને લીધે સર્જાયો હતો.આ ગેસ ગળતરમાં સદનસીબે અંભેટા ગામ બચી ગયું નહીતર મોટી જાનહાની થવાની શક્યતાઓ હતી.

આ તમામ બાબતો પર વહીવટી તંત્ર અને સરકાર દ્વારા આકરા અને કડક પગલા નહી લેવામાં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ તાળા બંધીના જલદ કાર્યક્રમો પણ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.