ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ વિક્કી સોખીની પુનઃ નિયુક્તિ કરવામાં આવતા કાૅંગ્રેસ કાર્યાલય ખાતે અગ્રણીઓ અને કાર્યકરોએ તેઓની નિમણૂકને વધાવી લઈ સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.
ભરૂચ જિલ્લામાં સ્વ.અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસ માંથી ઘણા કાર્યકરો નિષ્ક્રિય જાેવા મળી રહ્યા છે તેની વચ્ચે ફરી કોંગ્રેસને જિલ્લામા મજબૂત નેતાગીરી અને માર્ગદર્શન મળે તેના પ્રયાસ ના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ દ્વારા નવા ચહેરાને પક્ષની જવાદારીનું જાેખમ ખેડવાના બદલે ભરૂચ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ તરીકે જુના પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પ્રદેશકક્ષાએથી વિધાનસભાની ચૂંટણી પૂર્વ કોઈ નવા ચહેરાના બદલે જૂના જાેગીને જવાબદારી સોંપવાનું ઉચિત માન્યું છે.તેથી ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવ નિયુક્ત શહેર પ્રમુખ વિક્કી સોખીનું કોંગી આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત માં પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એઆઈસીસીના ભરૂચ વિધાનસભાના પ્રભારી મુદિત ગુજરાતી,જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, નગર પાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા,પૂર્વ વિપક્ષ નેતા સલીમ અમદાવાદી, મહિલા જીલ્લા પ્રમુખ જ્યોતિબેન પરમાર સહીતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.