ભરૂચ જીલ્લામાં ધો.૧૦ નાં ૩૨ પરીક્ષા કેન્દ્રોની ૮૪ બિલ્ડીંગમાં ૨૨,૫૮૩ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી

ભરૂચ જીલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ગુલાબ આપી શુભેચ્છા આપી- ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ ૧૦ ની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થતાં વિદ્યાર્થીઓમાં ઉસ્તાહ જેવો માહોલ જણાઈ રહ્યો હતો.
ભરૂચ જીલ્લામાં કારકિર્દી માટે મહત્વ પૂર્ણ એવી બોર્ડ પરીક્ષા માટે ધો.૧૦ નાં ૩૨ પરીક્ષા કેન્દ્રોની ૮૪ બિલ્ડીંગમાં ૨૨,૫૮૩ વિદ્યાર્થીઓ તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહની ૧૨ પરીક્ષા કેન્દ્રની ૩૦ બિલ્ડીંગમાં ૮,૧૫૪ વિદ્યાર્થીઓ તેમજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ૪ પરીક્ષા કેન્દ્રોની ૧૭ બિલ્ડીંગમાં ૩,૦૪૮ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
ભરૂચ જીલ્લામાં ધોરણ ૧૦ ના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. ભરૂચ જીલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ નર્મદા વિદ્યાલય ખાતે તો જીલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ આર એસ દલાલ સ્કૂલ ખાતે જયારે મયુર ચાવડા એમિટી સ્કૂલ ખાતે પહોંચી વિદ્યાર્થીઓને ગુલાબ આપી સારી રીતે પરીક્ષામાં આપવાની શુભેચ્છાઓ પાઠવી હતી.
ધોરણ ૧૨ ના વિદ્યાથીઓને આવકારવા ભરૂચ આર એ સી એન આર ધાંધલ સહિતના અધિકારીઓએ જય અંબે વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ આપી આવકાર્યા હતા અને મુક્તપણે પરીક્ષા આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમ્યાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ – સુરક્ષાપ્રદાન,વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ,આરોગ્ય વિભાગ જેવા વિભાગો ધ્વારા વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓ ની ખાસ તકેદારી રાખવામાં આવી છે.પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો
પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં ઝ્રઝ્ર્ફ કેમેરા લગાડવામાં આવેલા છે.જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈપણ વ્?યકિત કેમેરામાં નજર કેદ થશે અને કેમેરાના ફુટેજના આધારે આવી વ્?યકિતઓ સામે નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાણા ઈન્ચાર્જની આગેવાનીમાં પોલીસ કર્મીઓની ટીમો બનાવવામાં આવી છે.વિદ્યાર્થી ટ્રાફિક સમસ્યામાં ફસાઈ તો તેવા સમયમાં તેઓએ હેલ્પલાઈન નં. ૦૨૬૪૨ ૨૨૩૦૮૪ તેમજ ૦૨૬૪૨ ૨૨૩૩૦૩ ઉપર સવારે ૭ કલાકથી રાત્રીના ૮ કલાક સુધી સંપર્ક સાધી શકાશે જે પરીક્ષા પૂર્ણ થયા તારીખ સુધી કાર્યરત રહેનાર છે.