Western Times News

Gujarati News

ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ મહિલા પ્રમુખને બદનામ કરનાર મહાઠગ ઝડપાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લા ભાજપના પૂર્વ મહિલા પ્રમુખ કામિનીબેન પંચાલને બદનામ કરનાર શખ્સને ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્‌યો છે. પકડાયેલ આરોપી ચિંતન પટેલ ભાજપના નેતાઓ સાથે ફોટો પડાવી, ફેસબુક પર સ્ન્છ લખી અને પોતે બહુ મોટો બિઝનેસમેન હોવાની ડંફોસો મારી મહિલાઓને પોતાના વશમાં કરતો હતો.

ચિંતન પટેલ આખા ગુજરાતભરમાં અનેક ગુનાઓને અંજામ આપ્યો છે.વડોદરામાં કેટલાય સમયથી આશ્રય મેળવનાર ચિંતનને વડોદરાના અનેક ગુનાઓમાં વોન્ટેડ હોવા છતાં પકડી શકી નહોતી પરંતુ એ કામ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે કરતાં હવે આ શખ્સના કારનામાં બહાર આવી શકે તેમ છે.

છઠ્ઠા એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ ૭૦ મુજબનું ચિંતન પ્રભુદાસ પટેલ નામના શખ્સનું વોરંટ ઈશ્યુ કર્યુ હતું.જેને ભરૂચ પોલીસે વડોદરા ખાતેથી ઝડપી પાડ્‌યો છે.પકડાયેલ ચિંતન પટેલ ભૂતકાળમાં ભાજપના મહિલા પ્રમુખ સાથે ઠગાઈ કરવાનાં મામલામાં વિવાદમાં આવ્યો હતો.

તેણે મહિલા પ્રમુખ સાથેનાં મોર્ફ કરેલા ફોટો વાયરલ કરી મહિલા પ્રમુખને બદનામ કરવાનું કાવતરુ રચ્યુ હતું.જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્વ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ચિંતન પટેલનો લાંબો ગુનાહિત ભુતકાળ છે. તેના અનેક કારનામાં બહાર આવ્યા છે.ચિંતને ભૂતકાળમાં અનેક મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવ્યા છે.ઉપરાંત વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે ઠગાઈ કરી છે.

ચિંતને ફેસબુક ઉપર પણ પોતાના નામની આગળ સ્ન્છ લખ્યુ હતું અને વિદેશમાં પોતાની સોનાની ખાણ હોવાની ડંફાસો મારતી ફેસબુક પર પોસ્ટ કરતો હતો.એટલુ જ નહીં રૂપિયાનાં બંડલો ફેસબુક પર પોસ્ટ કરી તે દાનમાં આપતો હોવાની ભ્રામક પોસ્ટ કરી લોકોને પોતાની વાતોમાં ફસાવતો હતો.

ચિંતને પોતાની છાપ ઉભી કરવા માટે ભાજપના મોટા નેતાઓ સાથે ફોટો પડાવતો હતો અને ભાજપના નિશાન સાથેનું પોતાનું વિઝીટીંગ કાર્ડ છપાવ્યુ હતું.સાથે પોતાની ઓળખ શ્રી રામ સેનાના અધ્યક્ષ તરીકે આપતો હતો.ગુજરાતભરમાં છેતરપીંડીની અનેક ફરીયાદ ચિંતન સામે દાખલ થઈ છે.અનેક ગુનામાં તેની સામે વોરંટ ઈશ્યુ થયા છે.તેણે અનેક સ્ત્રીઓને પોતાના વશમાં લઈ તેમને બદનામ કરવાનું કામ કર્યુ છે.

વડોદરામાં તેની સામે અનેક ગુના દાખલ થયા છે.છતાં વડોદરા પોલીસ હજુ તેને શોધી શકી નથી.પરંતુ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસનાં પો.ઈ વી બી બારડ અને સ્ટાફનાં માણસોએ તેને પકડી પાડ્‌યો છે.જેથી આગામી દિવસોમાં તેના વધુ કારનામાં બહાર આવે તેવી શક્યતાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.