ભરૂચ જિલ્લામાં શ્રીજી સવારીઓનું આગમન
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં શ્રીજી ઉત્સવ ઉજવવા માટે યુવક મંડળોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ છે.ત્યારે ભરૂચ જીલ્લામાં વિવિધ મંડળો દ્વારા શ્રીજીની ભવ્ય સવારી આવી રહી છે.જેમાં અંબિકા યંગ સ્ટર દ્વારા ૨૪ ફૂટ શ્રીજીની ભવ્ય સવારી આવતા જાહેરમાર્ગો ભક્તોથી ઉભરાયા હતા.
આગામી દિવસોમાં શ્રીજી ઉત્સવ આવી રહ્યો છે.ત્યારે આ ઉત્સવને ઉજવવા ભક્તો અને મંડળોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.જેના કારણે મંડળોએ વિવિધ ડેકોરેશન અને શ્રીજીની વિવિધ ફુટ ઊંચી પ્રતિમા બનાવી દીધી છે.ત્યારે ભરૂચમાં શક્તિનાથ નજીક અંબિકા યંગસ્ટર્સ દ્વારા આ વર્ષે શ્રીજી ઉત્સવમાં નવગ્રહની થીમ ઉપર ડેકોરેશન કરનાર છે
અને આયોજકો દ્વારા વડોદરા થી ૨૪ ફૂટના શ્રીજીનું ભરૂચમાં આગમન કરાવ્યું હતું અને સ્થાપના સ્થળ સુધી પહોંચાડવા માટે શ્રવણ ચોકડીથી શ્રીજીની ભવ્ય સવારી મોડી રાત્રિએ નીકળી હતી.શ્રવણ ચોકડીથી ડીજેના તાલે શ્રીજીની ભવ્ય સવારી શક્તિનાથ સુધી આવતા જ ડીજેના સથવારે શ્રીજી ભક્તો પણ ઝૂમી ઉઠ્યા હતા અને મોડી રાત સુધી શ્રીજી સવારી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.