ચૈતર વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા લઘુમતી સમાજે કલેકટરને આવેદન પાઠવ્યું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ડેડીયાપાડાના ધારાસભ્ય પર ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રી દ્વારા તટસ્થ તપાસ થાય તે માટે ભરૂચ જીલ્લા લઘુમતી સમાજના લોકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ડેડીયાપાડા આપ ના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર થયેલ ફરિયાદને લઈને આદીવાસી સમાજ અને આપ પાર્ટીમાં રોષ જાેવા મળ્યો હતો.જે બાદ તેઓના સમર્થન માં ભરૂચ જીલ્લા લઘુમતી સમાજ પણ આગળ આવ્યું છે અને તેઓ ઉપર થયેલ ફરિયાદને રદ્દ કરવા અને મુખ્યમંત્રી દ્વારા સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ થાય તે માટે ભરૂચ જીલ્લા લઘુમતી સમાજ અને આપ પાર્ટીના આગેવાનો કલેકટર કચેરી ખાતે ભેગા થઈ ચૈતર વસાવા સામે થયેલ ફરિયાદને લઈને તેઓના સમર્થન માં દુઆ કરવામાં આવી હતી.
લઘુમતી સમજે પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ જંગલ વિભાગે જેમને જમીન માલિકીની સનદ ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ અંતર્ગત આપી છે એવા ખેડૂતોની જમીનમાં ઉભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાંખ્યો હતો.જેના પગલે વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજુઆત ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પાસે આવતા અસરગ્રસ્ત ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓને સાથે બેસાડી સમાધાન કરાવ્યું
જેમાં બન્ને પક્ષકારોની રાજીખુશીથી ખેડૂતને નુકશાન કર્યું છે તે ભરપાઈ કરી આપવામાં આવે અને સામે ખેડૂત જંગલ ખાતાના અધિકારીઓ ઉપર કોઈ કાનૂની પગલાં નહિ ભરે.આમ નક્કી થયેલી રકમ પણ ચૂકવી આપી અને મામલો ત્યાં જ પૂરો થયો એમ માનવામાં આવ્યું.