ભરૂચ જીલ્લા પંચાયતનું રૂ.૧૫.૪૬ કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર

AI Image
ભરૂચ જીલ્લા પંચાયત ખાતે બજેટ લક્ષી સામાન્ય સભા મળી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા પંચાયતની બજેટ લક્ષી સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ.૧૫.૪૬ કરોડના પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી.તો વન દેશ એક ચૂંટણીને સમર્થનનો ઠરાવ પણ પસાર કરાયો હતો.
ભરૂચ જીલ્લા પંચાયત સભાખંડ ખાતે બજેટલક્ષી સમાન્ય સભા મળી પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં વિવિધ દસ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.વર્ષ ૨૦૨૪ – ૨૫નું સુધારેલ તેમજ વર્ષ ૨૦૨૫ – ૨૬ નું રૂ.૧૫.૪૬ કરોડના પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
સભાની શરૂઆતમાં હાલની પેટા ચૂંટણીમાં આછોદ બેઠક પરથી વિજેતા થયેલ મેલાભાઈ વસાવાનું સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો.વર્ષ ૨૦૨૫ – ૨૬ ના બજેટમાં અંદાજિત રૂ. ૮૭,૪૫,૫૭,૩૭૮ ની આવક સામે ૭૧,૯૮,૭૯,૦૦૦ રૂ.ની જાવક સાથે ૧૫,૪૬,૭૮,૩૮૭ રૂ.કરોડના પુરાંત વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતુંદ્બજેમાં આરોગ્ય ક્ષેત્રે ૨.૨૫.કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
તો ખેતીવાડી ક્ષેત્રે ૧.૦૨ કરોડ ની ,શિક્ષણ ક્ષેત્રે રૂ. ૪.૦૯ કરોડ તે ઉપરાંત સિંચાઈ, સમાજ કલ્યાણ,શિક્ષણ વિગેરે માટે પણ ગત વર્ષ ની તુલના માં વધારો કરવામાં આવ્યો છે.આ અંગે જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા એ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક બજેટ છે જેમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોને આવરી લેવામાં આવ્યા છે
જેવા કે જીલ્લાના તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ ટેસ્ટ માટેનું ઓટોમેટિક મશીન મુકવામાં આવશે જ્યાં મફ્ત ટેસ્ટ કરવામાં આવશે તેથી લોકોએ શહેર સુધી આવવું નહી પડે.તો દરેક તાલુકા દીઠ એક ડ્રોનની ફાળવણી કરવામાં આવશે જેથી ખેડૂતો એકદમ સસ્તા દરે દવાનો છંટકાવ કરી શકશે.આ ઉપરાંત ૧૧૯ જેટલી ગ્રામ પંચાયતોનું નવીનીકરણ કરવામાં આવશે.નર્મદા નદીના કાંઠાના ગામોના વિકાસ માટે પણ રૂ.દસ કરોડની અલાયદી જોગવાઈ કરવામાં આવી છે.જેને સર્વાનુમતે મંજૂરી ની મહોર મારવામાં આવી છે.