ભરૂચ જીલ્લા વુમન ક્રિકેટર મુસ્કાન વસાવાનું વેસ્ટ ઝોન સિનિયર વુમેન ટી-૨૦ માટે સિલેક્શન થયું

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં ગૌરવ રૂપ બનેલી દીકરી મુસ્કાન ચંદ્રકાંતભાઈ વસાવા ઝઘડિયા તાલુકાના નાનકડા ગામ એવા બલેશ્વરમાં રહે છે.જે ગામની વસ્તી માંડ ૭૦૦ ની છે.મુસ્કાનના પિતા ચંદ્રકાંતભાઈ વસાવા સાથે ગામમાં આવેલા નાનકડા મેદાનથી રમવાની શરૂઆત કરી ભરૂચ અંદર ૧૬, ભરૂચ અંડર ૧૯ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાત વુમન્સ અંડર ૧૯ અને સિનિયર વુમનમાં સ્થાન મેળવીને ભરૂચ જીલ્લા સહિત ઝઘડિયા તાલુકા તેમજ બલેશ્વર ગામનું ગૌરવ વધાર્યું છે.
હાલમાં જ ગુજરાત રાજ્ય માંથી વેસ્ટ ઝોન સિનિયર વુમન ટી-૨૦ માટે મુસ્કાન વસાવાની પસંદગી થતા ગામમાં અને સમગ્ર જીલ્લામાં ચંદ્રકાંતભાઈ વસાવાના પરિવારને અભિનંદન પાઠવાઈ રહ્યા છે.મુસ્કાન વસાવાની સફળતા પાછળ તેઓના પિતા ચંદ્રકાંતભાઈ વસાવા ભરૂચ જીલ્લા ક્રિકેટ એસોસિયેશન અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના કોચિંગનો મહત્વનો ફાળો હતો.
મુસ્કાન વસાવાની સફળતાથી પ્રેરાઈને તેના નાનો ભાઈ પવન વસાવા પણ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન તરફથી અંડર ૧૬ અને ૧૯ માં પસંદગી પામી શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે.હાલમાં અત્યારે પણ બલેશ્વર ગામના પવન વસાવા ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી મહેનત કરી રહેલા ચારથી પાંચ ખેલાડી જીલ્લાની ટીમમાં સ્થાન મેળવવા થનગની રહ્યા છે.
નાનકડા એવા ગામમાં જન્મેલી મુસ્કાન વસાવા સતત સારું પ્રદર્શન કરી દેશ અને દુનિયામાં બલેશ્વર ગામનું તેમજ જીલ્લાનું ગૌરવ વધાર્યું છે,તેઓના ગ્રામજનો અને શુભચિંતકો પ્રાર્થના કરે છે.મુસ્કાન અને પવન વસાવાના સફળતા પાછળ ચંદ્રકાંત વસાવા ભરૂચ જીલ્લા ક્રિકેટ એસોસિયેશનના ઈસ્તિયાક પઠાણ,ભરૂચ જીલ્લા ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ દુષ્યંત પટેલ તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના કોચિંગનો સિંહ ફાળો છે.
ગુજરાત વુમન્સ ક્રિકેટ મહિલા કોચ પાયલ પંચાલ તથા બરફીવાલા તથા સિનિયર વુમન્સ ખેલાડી તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સમગ્ર સ્ટાફનો ખૂબ જ સિંહ ફાળો રહ્યો છે અને તેમનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે તેમ મુસ્કાન વસાવા જણાવ્યું હતું.