ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલને આ કારણસર ૭૫ (બી) હેઠળ નોટિસ પાઠવવામાં આવી

ચેરમેન તરીકે કર્મચારીઓ અને હોદ્દેદારોના મેળાપીપણામાં કરોડો રૂપિયાનો ગેર વહીવટ કરી સંઘના હિતમાં નિર્ણય ન કર્યો હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલને ગુજરાત રાજ્ય રજીસ્ટાર દ્વારા ૭૬ (બી) મુજબ નોટિસ ફટકારવામાં આવતા રાજ્યભરના સહકારી ક્ષેત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે,
જો આ ૭૬(બી) હેઠળ તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તો ચેરમેન સહિતના હોદ્દેદારો સામે આકરા પગલાં ભરાશે તો તેઓ છ વર્ષ સુધી કોઈપણ સહકારી સંસ્થાની ચૂંટણી લડી શકશે નહીં તેવું અવલોકન સહકારી માંધાતાઓ દ્ધારા કરવામાં આવી રહ્યું છે, રાજ્ય સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર દ્વારા ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે તમે સંસ્થાના ચેરમેન તથા મધ્યસ્થ સંસ્થા અને દૂધ મંડળીઓના કર્મચારીઓ
અને અન્ય હોદ્દેદારોના મેળાપીપળામાં કરોડો રૂપિયાનો ગેર વહીવટ કરી દીધધારા ડેરીના હિતમાં નિર્ણય કર્યો નથી, ખોટી બોગસ મંડળીઓને ઉત્તેજન આપી અને તમે આ બાબતે માહિતગાર હોવાનું બહાર આવ્યું છે, તમે ચેરમેન તરીકે તમારી ફરજ બજાવવામાં બેદરકારી રહ્યા છો, જેથી તમને તમારા ચેરમેનના હોદ્દા પર ચાલુ રહેવા ગેરલાયક ઠરતા હોવાથી તમને ભરૂચ દૂધ ધારા ડેરીના ચેરમેન તરીકે કેમ દૂર ન કરવા એ બાબતે રજૂઆત કરવા આધાર પુરાવા સાથે આગામી તા.૨૫.૫.૨૫ ના રોજ હાજર રહેવા જણાવ્યું છે,
જો તમે હાજર નહીં રહો તો તમારે કોઈ રજૂઆત કરવી નથી એવું માની લઈ ૭૬ (બી) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવી સખત ચેતવણી રૂપ નોટિસ દૂધ ધારાડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલને ગુજરાત રાજ્ય રજીસ્ટ્રાર દ્વારા ફટકારવામાં આવી છે, ભરૂચ અને નર્મદા જિલ્લાના આંકડો મંડળીઓ ધરાવતી આ સંસ્થા ને રાજ્ય રજીસ્ટર દ્વારા નોટિસ ફટકારવામાં આવતા રાજ્યભરના સહકારી માળખામાં હડકંપ મચી જવા પામ્યો છે,
અત્રે ઉલ્લેખનીય છે કે નિયમ વિરુદ્ધ નાંદોદ તાલુકાની પલસી ભચરવાડા અને નર્મદા (નામલગઢ) દુધ મંડળીઓ રાજ્ય બહારના વેપારીઓનું દૂધ લાવી આ મંડળીઓના નામે દૂધ કાગળ પર ઉધારતા હોવાની ફરિયાદ રાષ્ટ્રીય આદિજાતિ આયોગમાં કરવામાં આવી હતી, સ્પોટ પર દૂધ એકત્રિત કરવા માટેની કોઈ પણ સાધન સામગ્રી તપાસ દરમિયાન? ઉપરોક્ત મંડળીઓના ઠેકાણે મળી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.