Western Times News

Gujarati News

ભરૂચમાં ડમ્પિંગ સાઈટ બંધ થતા નર્કાગાર જેવી સ્થિતિ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ સાઈટના મુદ્દે વિવાદમાં રહી છે.કરોડો રૂપિયા ખર્ચે વાગરાના સાયખા ખાતે ડમ્પિંગ સાઈટ શરુ કરાઈ હતી.પરંતુ સ્થાનિકોના વિરોધને લઈને ડમ્પિંગ સાઈટ મુદ્દે ભરૂચ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ભટકતી રહી છે

અને ખેડૂતોની જમીન માનવ વસ્તીમાં ભાડે રાખી ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ ચલાવતા ગ્રામજનોએ રોગચાળાની દહેશતના પગલે બંધ કરાવતા ડોર ટુ ડોરના શહેરમાં કચરાઓના ઢગલાઓ જામ્યા છે.તો કચરાથી ઉભરાઈ ઉઠેલા ૫૦ થી વધુ ડોર ટુ ડોરના વાહનો કલેકટર કચેરી રોડ ઉપર ન્યાયાધીશ કોલોની નજીક ઉભા કરી દેવાતા મારુ ભરૂચ સ્વચ્છ ભરૂચ નર્કાગાર તરફ જવાની સ્થિતિ તરફ વધતાં લોકોને રોગચાળાનો ભય ઉભો થયો છે.

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા જે તે સમયના કલેકટરે ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના સાયખા ખાતે ડમ્પિંગ સાઈટ માટે પ્લોટ ફાળવ્યો હતો.પરંતુ આ પ્લોટ ડમ્પિંગ સાઈટ માટે શરુ થતા જ ગંદકીના કારણે દુગઁધ અને માખીઓના કારણે સ્થાનિકો રોષે ભરાતા વિરોધ કરતા આખરે આ સાઈટ બંધ કરી દેવામાં આવી હતી.

જેથી ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈટના વિવાદમાં રહેતા મોટા ઉપાડે ભરૂચ તાલુકાના થામ ગામ નજીક ખેડૂતની જમીન ભાડેથી રાખી છેલ્લા ત્રણ વર્ષથી ડમ્પિંગ સાઈટ ઉભી કરી ચલાવવામાં આવી હતી અને આ ડમ્પિંગ સાઈટ પણ સતત વિવાદમાં રહી હતી.આ ડમ્પિંગ સાઈટમાં કચરો સળગાવાથી ધુમાડાના કારણે હવા પ્રદુષણ તથા દુગઁધના કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વાળો આવતા ગ્રામજનો બંધ કરાવવા માટે મેદાનમાં ઉતર્યા હતા.અધિકરીઓએ ગ્રામજનોને ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ બંધ કરવા આશ્વાસન આપ્યા બાદ પણ ચાલુ રહી હતી.

હાલમાં ચોમાસાનો પ્રારંભ થતા જ ડમ્પિંગ સાઈટમાં વરસાદી પાણીના કારણે દુગઁધ સાથે ગંદા પાણી આજુબાજુના ખેતરોમાં જતા ગ્રામજનોએ ગેરકાયદેસર થામ ગામની ડમ્પિંગ સાઈટ બંધ કરાવતા છેલ્લા એક અઠવાડિયાથી ડમ્પિંગ સાઈટ વિનાની ભરૂચ નગરપાલિકા દ્વારા કચરાનો નિકાલ નહિ કરવામાં આવતા શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જામ્યા છે.

તો બીજી તરફ શહેર માંથી ડોર ટુ ડોર વાહનો મારફતે ઉઘરાવેલા કચરાનો પણ નિકાલ નહિ કરવામાં આવતા આખરે ૫૦થી વધુ ડોર ટુ ડોરના વાહનોમાં કચરો ભરેલો રહ્યો છે અને આ કચરો ભરેલા તમામ વાહનો કલેકટર રોડ ઉપર આવેલ ન્યાયાધીશ કોલોની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં ભાડેથી રહેતા મજૂરોએ ત્યાં મુખ્ય હતા અને કેટલાક વાહનો મુખ્ય માર્ગ ઉપર મૂકી રાખતા ત્યાંથી પસાર થતા

વાહન ચાલકો અને રાહદારીઓ સહિત આસપાસની સોસાયટીના લોકોએ દુર્ગંધ વેઠવાનો વાળો આવ્યો હતો.સમગ્ર ભરૂચ શહેરમાં પણ કચરાના ઢગલાઓ થઈ ગયા છે અને ડમ્પિંગ સાઈટની જગ્યાના અભાવે સમગ્ર ભરૂચ શહેર નર્કાગાર તરફ ધકેલાઈ જવાની દહેશત સાથે મચ્છરોના ઉપદ્રવથી ભયકંર રોગચાળો ફેલાય તેવો ભય ઉભો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.