ભરૂચઃ પાર્ક કરેલ ઈકો કારમાંથી વિદેશી દારૂ મળ્યો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ – દહેજ માર્ગ ઉપર આવેલ મનુબર ચોકડી નજીકના શીતલ શોપિંગ નજીક એક બિનવારસી શંકાસ્પદ ઈકો કાર નંબર જીજે ૧૬ ડીજી ૪૬૦૪ પાર્ક કરેલ હતી.
જેથી સ્થાનિક દુકાનદારોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કારમાં તપાસ કરતા તેમાં વિદેશી દારૂ હોવાનું જણાય આવ્યું હતું.જેથી પોલીસે ક્રેનની મદદથી ઈકો કારને ટોઈંગ કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. બનાવને પગલે લોકટોળા એકત્ર થઈ જવા પામ્યા હતા.
બિનવારસી દારૂ ભરેલી ઈકો કાર અહીંયા કોણ મૂકી ગયું? આ દારૂ ક્યાં પહોંચાડવાનો હતો? ગાડી કોની છે? ક્યાં બુટલેગરનો દારૂ હાટ? સહિતની તમામ દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.