ભરૂચ કોલેજ ખાતે રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે બિન શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર
સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેકનિકના અધ્યાપકોનું આગળ ધપતું આંદોલન
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સરકારી ઈજનેરી અને પોલીટેકનિક કોલેજના પ્રધ્યાપકો આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે.જેના ત્રીજા તબક્કામાં સુત્રોચ્ચાર કરી બિન શૈક્ષણિક કાર્યના બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.
રાજ્યની સરકારી ઈજનેરી કોલેજાેમાં ફરજ બજાવતા અધ્યાપકોન વિવિધ પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. આ પ્રશ્નો બાબતે સરકારને વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં તેમજ મંડળના હોદ્દેદારોની અગ્ર સચિવ,શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીઓની હાજરીમાં શિક્ષણમંત્રી અને નાણામંત્રી સાથે યોજાયેલ રૂબરૂ મુલાકાતો
દરમ્યાન ડિગ્રી ઈજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોનોનું યોગ્ય નિરાકરણ લાવવા જરૂરી સહમતી દર્શાવ્યા બાદ પણ આજદિન સુધી યોગ્ય નિરાકરણ આવેલ નહિ આવતા તા.૧૨ મી સપ્ટેમ્બર થી રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજાેના અધ્યાપકોએ ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ આંદોલન ના કાર્યક્રમ આપી રહ્યા છે.
જે અંતર્ગત ભરૂચની સરકારી ઈજનેરી કોલેજ ના આંદોલન ને આગળ ધપાવી રહ્યા છે.પ્રધ્યાપકોની પડતર માંગણીઓમાં ૦૧/૦૧/૨૦૧૬ પછી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળના લાભો આપવા સહિત અન્યનો સમાવેશ થાય છે.
આંદોલનના ત્રીજા ચરણમા ૨૩ સપ્ટેમ્બર થી પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે ત્યાં સુધી તમામ બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કરી કોલેજ ખાતે સૂત્રોચ્ચાર અને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.