Western Times News

Gujarati News

ભરૂચમાં શિક્ષકની જમીન નકલી દસ્તાવેજ બનાવી વેચવાના મામલે બિલ્ડર પિતા પુત્ર રિમાન્ડ પર

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ચાવજ ગામે વડોદરામાં શિક્ષક તરીકે નોકરી કરનારની જમીન ઉપર નકલી માણસ સાથે નકલી દસ્તાવેજ બનાવી સ્ટેમ્પ ડ્‌યુટીમાં પણ ગોબાચારી કરી જમીન વેચી મારવાના પ્રકરણમાં છેતરપિંડી સાથે બોગસ દસ્તાવેજ અને ષડયંત્ર મુજબ ગુનો દાખલ થતાં બિલ્ડર પિતા પુત્રને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા

હજુ અન્ય રાઝ કે પ્રકરણો બહાર આવે તેવી શક્યતાઓ વર્તાવી રહી છે.નિભરૂચના ચાવજ ગામે વડોદરાના શિક્ષકની જમીન આવેલી છે અને આ જમીનના પ્લોટ ઉપર જેસીબી દ્વારા સાફ-સફાઈ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિક રહેશે જ જમીનના મૂળ માલિકને ફોન કરીને કહ્યું પ્લોટ વેચી માર્યો કે શું? તેમ કહેતા જ મૂળ માલિક પોતાની જમીન ઉપર પહોંચી તપાસ કરતા તેમની જમીન ઉપર કામ ચાલી રહ્યું હતું

આ કામ કોના દ્વારા થાય છે તેવી તપાસ કરવામાં આવતા સમગ્ર મામલો જેણે બોગસ દસ્તાવેજો ઉપર જમીન લીધી હતી ત્યાં સુધી પહોંચતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટી જતા રહાડપોર ગામના રહીશ અને બિલ્ડર ઐયુબ પટેલ અને તેનો પુત્ર આમિર પટેલ એ જમીન વેચવાનું પ્રકરણ કર્યું હોવાનું ખુલ્લું પડતા આખરે જમીન માલિકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા નકલી દસ્તાવેજ બનાવવા

તથા છેતરપિંડી સાથે જમીન વેચવા માટેનું ષડયંત્ર રચવા બાબતે ગુનો દાખલ કરી ભેજાબાજ બિલ્ડર પિતા પુત્રની ધરપકડ કરતા બંનેને કોર્ટમાં રજૂ કરતા વધુ માહિતી અને દસ્તાવેજો કેવી રીતે બનાવ્યા છે અને કોણ કોણ સામેલ છે તે માહિતી ઉકેલવા માટે રિમાન્ડની માંગણી કરવામાં આવતા કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અત્રે ઉલ્લેખની એ બાબત એ પણ છે કે નકલી દસ્તાવેજ બનાવી પ્લોટ વેચવાના પ્રકરણમાં સ્ટેમ્પ ડ્‌યુટીમાં પણ ગોબાચારી થઈ હોય તેવું ચર્ચાનું કેન્દ્ર બનતા સરકારની તિજોરી ને નુકસાન થાય તે પ્રકારે નું પણ કૃત્ય કર્યું હોય તો સરકાર સાથે છેતરપિંડી કરવા બાબતે વધુ કલમનો પણ ઉમેરો થઈ શકે તેમ છે સમગ્ર પ્રકરણમાં ૪ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ પાસેથી શું ઉકેલાવી શકે છે તે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.