સાદગીપૂર્ણ જીવન કેટલું મહત્વનુ છે તે થીમ આધારિત સંદેશો આપતા ગણેશ બિરાજમાન
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) લઘરવઘર રહેવું કે ફેશનેબલ અવસ્થામાં રહેવું સાવ સહેલું બની ગયું છે પણ સરળ રહેવું અને એ સરળતાને જીવનભર કાયમ રાખવી એ ખૂબ જ કઠિન બનતું જઈ રહ્યું છે.જંગલમાં સીધા વૃક્ષો જ જલ્દી કપાય છે ! એવું જ સહજ જીવનમાં બનવા લાગ્યું મનુષ્યને સરળ જીવન જીવવું કપરું લાગવા લાગ્યું તેથી તે પણ ફેશન અને હુંસાતુસીના ગાડરિયા પ્રવાહમાં વહેવા લાગ્યો !
ભરુચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી હમેશા તેની ગણપતિની સ્થાપનામાં તેની નવી નવી અનોખી થીમ સાથે ચર્ચામાં રહે છે. જેવો ગણપતિ ઉત્સવ આવે કે સૌ પૂછતાં હોય છે કે આ વખતની ગણપતિની થીમ (વિષય) કઈ છે?
ગઈ સાલ ભારતમાં ય્૨૦ રાષ્ટ્રોનું સંમેલન હતું તેથી સંમેલનમાં સામેલ કુલ ૨૦ રાષ્ટ્રોના ગણપતિ બનાવવામાં આવ્યા હતું અને દરેક ગણપતિ જે તે ય્૨૦ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતાં દર્શાવવામાં આવ્યા હતા.જે ખૂબ જ બિરદાવવામાં આવી હતી.
આ વખતે આ લાયબ્રેરીમાં એકદમ સાદગીપૂર્ણ સ્વરૂપવાળા ગણપતિજી કરવામાં આવી છે અને તેના થકી એ સદેશો પહોચડવાનો પ્રયત્ન થયો છે કે આપણાં જીવનમાં સાદગીનું કેટલું મહત્વ છે.
સાદગીપૂર્ણ જીવન એક ઉત્તમ જીવન તરીકે દર્શાવવામાં આવ્યું છે. ફેશન વિના પણ ચાલી શકે છે , અમુક મોજ શોખ વિના પણ જીવન જીવી જ શકાય છે, અનાવશ્યક જરૂરિયાતો દૂર કરી દેવામાં આવે તો પણ જીવન તો જીવી જ શકાય છે આથી ગણપતિ એ જણાવવા માગે છે કે દેખાદેખી,ઈર્ષ્યાભાવથી જીવનને ડહોળવાનો પ્રયાસ ના કરશો અને સૌને સહકાર આપી જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરશો.
કેમ સરળતા અપનાવવી જોઈએ એ સંદર્ભમાં ગણપતિ કહે છે કે “સરળતા વ્યક્તિને વિશુદ્ધ બનાવે છે,એનામાં નિખાલસતા સ્થાપે છે અને એ નિખાલસતા ધરવાનર વ્યક્તિ મને તો પ્રિય જ છે પણ સમાજ અને દેશ દુનિયાને પણ ઉન્નતિના માર્ગે લઈ જશે”
હા સ્વાભાવિક છે કે આજના ફેશનેબલ યુગમાં સાવ સરળ રેહવું ખૂબ કઠિન છે. કેટલાક એને મશ્કરીનું માધ્યમ પણ બનાવે પણ એ ધ્યાનમાં ન લેતા જીવનને સરળતા તરફ વાળવાથી વ્યર્થ ઉપાધિઓથી બચી શકાય છે.સાત્વિક જીવન એકંદરે તો સત્ય તરફ જ લઈ જવાનું છે.