Western Times News

Gujarati News

જમીનમાં મોટું તળાવ ઉભું કરી ખાળકૂવાનું પાણી એકત્ર કરાતા ગ્રામજનો વિફર્યા

મળમૂત્ર ખાલી કરવા આવેલા બે ટેન્કરોને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા

ભરૂચ, ભરૂચ જીલ્લામાં જીપીસીબી ઉંઘતુ ઝડપાયું હોય તેમ ચાવજ ગામે ગેરકાયદેસર ખેતીની જમીનમાં મોટું તળાવ ખોદી ભરૂચની વિવિધ સોસાયટીઓ માંથી મળમૂત્ર ભરી ટેન્કર મારફતે તળાવમાં ખાલી કરી સંગ્રહ કરતા આજુબાજુની સોસાયટીઓના પાણી દુર્ગંધ અને પ્રદુષિત વાળું આવતા ગ્રામજનોએ હોબાળો મચાવતા ઘટના સ્થળે પોલીસ અને જીપીસીબીની ટીમ આવી કાર્યવાહી હાથ ધારવામાં આવી હતી.

ભરૂચના ચાવજ ગામે રોડ ટચ ખેતરોની વચ્ચે ગેરકાયદેસર રીતે મોટું ઉંડુ તળાવ ખોદી તેમાં ભૃગુ વેસ્ટ સર્વિસ નામના ટેન્કરો રોજે રોજ ખાલી કરવા આવતા હોય અને ગેરકાયદેસર ખોદેલા ખાડામાં ભરૂચની વિવિધ સોસાયટીઓ માંથી ખાળકૂવાના મળમૂત્ર ટેન્કરોમાં ભરી લાવી ૨૫૦૦ થી ૩૦૦૦ રૂપિયા વસૂલી ટેન્કરમાં ભરેલા મળમૂત્રનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે તમામ મળમૂત્ર ચાવજ ગામ નજીક ખેતરોની વચ્ચે મોટું તળાવ ખોદી

તેમાં સોસાયટીઓ માંથી ટેન્કર મારફતે મેળવેલું મળમૂત્ર એકત્ર કરી હવા પ્રદુષણ અને પર્યાવરણને નુકશાન થાય તેવું કૃત્ય કરતા અને આજુબાજુમાં હવા પ્રદુષણના કારણે રહીશોને ચામડીના રોગે માથું ઊંચકાતાં અને આ વિસ્તારમાં શૈક્ષણિક શાળાઓ અને ધાર્મિક સ્થળો આવેલા હોય અને સોસાયટીના બોરના પાણી અત્યંત દુર્ગંધ અને પ્રદુષિત વાળા આવતા આખરે આજુબાજુનીઓ સોસાયટીઓના રહીશો સ્થળ ઉપર પહોંચી ખાલી કરવા આવેલા

બે ટેન્કરોને રોકી ભારે હોબાળો મચાવ્યો હતો અને ટેન્કરો ખાલી કરવા આવેલા ડ્રાઈવર ને પૂછતાં ટેન્કરના માલિક નગરપાલિકાના નિવૃત્ત ચીફ સેનેટરી ઈન્સ્પેકટર અજીતસિંહ વાંસીયાનું હોવાનું સામે આવતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

જે બાદ રોષે ભરાયેલા લોકએ સ્થળ ઉપર જીપીસીબી અને પોલીસને ઘટના સ્થળે બોલાવી હતી અને તળાવમાં ખાલી કરવા આવેલા મળમૂત્રના ટેન્કરોને રોકી જીપીસીબીએ સોસાયટીઓના પાણીના નમૂના લેવા સાથે મળમૂત્રના ટેન્કરો ખાલી કરવા આવેલા ટેન્કરોને ડ્રાઈવર અને ક્લીનર સાથે સી ડિવિઝન પોલીસ મથક ઉપર લઈ જઈ માનવ જીવને ખતરો ઉભો થાય,

પર્યાવરણ ને નુકશાન થાય ,ભૂગર્ભ જળને નુકશાન થાય,ખેડૂતોની ખેતીને નુકશાન થાય,રોગચાળામાં માનવ જીવ જાય તેવું માનવ વધ નું કૃત્ય થતા આખરે ફોજદારી રાહે પોલીસ ફરિયાદ નોંધાવા માટે સરપંચ અને આસપાસના રહીશોએ કવાયત હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.