ભરૂચના હાંસોટ ખાતે આન-બાન-શાન સાથે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના સ્વાતંત્ર્ય વીરો અને સંતોની તપોભૂમિ તરીકે ઓળખ ધરાવતાં હાંસોટ ખાતે આવેલા યશવંતરાય જીન કંપાઉન્ડ ખાતેથી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાના ઘ્વજવંદન સમારોહની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે ગણવેશધારી પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સૂરાવલીઓ વચ્ચે જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.જિલ્લા કલેક્ટર ઉપસ્થિતિમાં પરેડનું નિરિક્ષણ કર્યું હતું. તેમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસવડા મયુર ચાવડા જોડાયા હતા.
આ અવસરે જિલ્લા કલેકટરે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સ્વતંત્ર સંગ્રામમાં દેશ માટે આહૂતિ આપનાર તમામ વીરોને યાદ કર્યાં હતા. સ્વાતંત્ર્યની ચળવળમાં અનેક આહૂતી અને લડાઈઓ બાદ આજનો પવિત્ર દિવસ આપણા નસીબમાં આવ્યો છે.ગુલામીના સંઘર્ષો બાદ આપણને આઝાદી મળી છે ત્યારે એ સંઘર્ષો આપણા જીવનના મૂલ્યો હોવા જ જોઈએ.આપણા દેશની અખંડિતાને આપણે સૌએ જાળવવી જોઈએ. મહામૂલી આઝાદીના એ સંઘર્ષ જ આપના મૂલ્યો છે, એટલે જ દેશના પાયાના સિદ્ધાંતને યાદ કરી,આપણે દેશ માટે ગર્વ લઈ શકીએ છીએ.
હાંસોટના ઈતિહાસની વાત કરતા કહ્યું કે, માનવજાતની ઉત્પતિના રિસર્ચ થયા ત્યારે પાષાણ યુગના પણ રિસર્ચ કરવામાં આવ્યા હતા.ભરૂચ જિલ્લાના હાંસોટના જેતપુર ગામ ખાતે હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા હતા.હડપ્પા સંસ્કૃતિ આજથી ૨૫૦૦ વર્ષ પહેલા હતી અને એ સંસ્કૃતિના અવશેષ આપણા જિલ્લા માંથી મળ્યા છે. આમ પાષાણ યુગથી હડપ્પા સંસ્કૃતિ અને સભ્યતાની વાત કરી
ભરૂચ જિલ્લાના પાયામાં ભવ્ય ભૂતકાલીન ઈતિહાસ ભંડારાયેલો છે. હાંસોટ પાસે આવેલા પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તેવા વમલેશ્વર તિર્થસ્થાનની વાત કહી તેનું મહાત્મય જણાવ્યું હતું.શિવ, બ્રહ્મા, વિષ્ણુની અનુભૂતી કરાવનાર સૂર્યકૂડ વિશે વાત કરી હતી. ભારતના સૌથી વધુ શિવાલયો ભરૂચ જિલ્લામાં આવેલા એમ પણ કહ્યું હતું.