ભરૂચના હાંસોટ તાલુકામાં ૩૫૭ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં વહીવટીતંત્ર સફળ
સંકટ સમયે આશરો મળતા કઠોદરા ગામના નિકુલભાઈ વસાવાએ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં કઠોદરા,ઓભા,આસરમા અને પાંજરોલી ગામમાં મુશળધાર વરસાદના લીધે જનજીવન પ્રભાવિત બન્યું હતું.
જેનાં કારણે કુલ ૩૫૭ લોકોને વહીવટીતંત્ર દ્વારા સલામત જગ્યાએ સ્થળાંતર કરાયા હતાં.વંદીખાડીનું પાણી કઠોદરા ગામમાં આવવાથી ગ્રામ પંચાયત તથા પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે.જ્યારે કિમ નદીનું પાણી પ્રવેશવાના કારણે ઓભામાં કુલ ૮૮, આસરમા માં કુલ ૧૧૨ તથા પાંજરોલીમાં કુલ ૧૦૩ લોકોને સ્થળાંતરિત કરાયા છે.
આમ, આશ્રય સ્થાનમાં પાંજરોલીમાં કુલ ૧૦૩ આશરો આપ્યો છે. સમગ્ર તાલુકામાંથી ૩૫૭ વ્યક્તિઓને સલામત સ્થળે પહોચાડવામાં વહીવટીતંત્ર સફળ સફળ થયું છે.
આ માટે કઠોદરા ગામના નિકુલભાઈ વસાવા સરકારશ્રી તથા જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યકત કરતાં જણાવ્યું કે, અમારાં ઘરમાં વંદીખાડીનું પાણી ભરાવાના કારણે ગ્રામપંચાયતમાં રહેવા તથા જમવાની પ્રાથમિક સુવિધા પૂરી પાડી છે.આમ, સંકટ સમયે આશરો મળતા તેમને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.