ભરૂચ અને ગ્રામ પંચાયતની હદોમાં લાગેલા જાહેરાતોનાં મોટા હોર્ડિગો લોકો માટે જોખમી
ઓવરબ્રિજની આજુબાજુ લાગેલ હો‹ડગ ધસી પડે અને કોઈ જીવ ગુમાવે તો જવાબદાર કોણ?
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં નગરપાલિકાઓ,ગ્રામ પંચાયતોની હદમાં માત્ર રૂપિયા કમાવાના હેતુથી જાહેરમાર્ગો ઉપર જ લોખંડની ગ્રીલો સાથે મોટા જોખમી ર્હોડિંગો ઉભા કરવામાં આવ્યા છે.
પરંતુ શું આ વાતથી સ્થાનિક પાલિકા કે પંચાયત અજાણ છે ખરી કે પછી મેળાપીપણા માં લોકોના જીવના જોખમ ઉભા થાય તે પ્રકારે ર્હોડિંગો ઉભા કરવાની મંજૂરી આપી દીધી છે તેવા સવાલો વચ્ચે નગરજનોએ પોતાનું જીવનું જોખમ ખેડીને પસાર થવું પડે તેવી નોબત આવી છે.
ભરૂચમાં નગરપાલિકાની હદમાં આવતા જાહેરમાર્ગો જેવાકે પાંચબત્તી,મહંમદપુરા,સ્ટેશન રોડ,શક્તિનાથ,કસક સહિતના જાહેરમાર્ગો સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા રહ્યા છે.તો ભૃગુઋષિ ઓવરબ્રિજની આજુબાજુના વિસ્તારોમાં જાહેરાતોના મોટા મોટા હોર્ડીગો લોખંડના બીમ સાથે ઉભા કરી દેવામાં આવ્યા છે.આ હોર્ડિગો લાગ્યા બાદ કોઈપણ જાતની તેનું મેન્સ્ટન્સન કરવામાં આવતું નથી
જેથી જોખમી બનેલ મોટા ર્હોડિંગો પુરઝડપે પવન ફૂંકાય અને ધસી પડે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય અથવા તો રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ઉપર પડે અને કોઈ નિર્દોષ વ્યકિતનો જીવ ગયા બાદ તંત્ર દ્વારા મોટા ઉપાડે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવા દેખાવા કરતા હોય પરંતુ પાણી આવતા પહેલા પાળ બાંધવી આવા જોખમી બનેલા મોટા ર્હોડિંગોને દૂર કરવાની કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે.
માત્ર ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં જ નહિ પરંતુ ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ભૃગુઋષિ ઓવરબ્રિજની આજુબાજુ પણ જોખમી રીતે લોખંડના બીમ સાથે મોટા ર્હોડિંગ ઉભા કરી દેવામાં આવ્યા છે.જે ર્હોડિંગ ઉભું કરવામાં આવ્યું છે તે જમીન ઉપર જ લોંખડના બીમ ઉભા કરવાની મંજૂરી ભોલાવ ગ્રામ પંચાયતે આપી છે અને જો આપી છે તો ક્યાં ધારા ધોરણ હેઠળ આપવામાં આવી છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે.