Western Times News

Gujarati News

ભરૂચમાં હની સ્પાના ઓઠા હેઠળ ચાલતા દેહ વેપારનો પર્દાફાશ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓઠા હેઠળ ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કરી એ ડિવિઝન પોલીસે એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ૧૧ અરજી આવી હતી જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓઠા હેઠળ દેહ વેલર ચાલી રહ્યો છે.જે અરજીઓને લઈ પોલીસ સબ ઈન્સપેક્ટર એ.વી.શિયાળિયા સહીત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાયો હતો.

સ્પામાં ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું જણાઈ આવતા પોલીસે રેડ કરી હતી.દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલ ૩ યુવતિઓ તથા દેહ વ્યાપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદખાન અલીને ઝડપી પાડ્‌યો હતો.

જેના પાસેથી ૮૫૭૦ રોકડા અને મોબાઈલ મળી ૧૩ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સ્પાના માલિક નવજીવન સોસાયટીમાં રહેતો ઈશીપ્ત અરુણ પટેલ સામે એ ડિવિઝન પોલીસ મથકે ઈમોરલ ટ્રાફિકીંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.