કોઈપણ પરીસ્થીતીને પહોંચી વળવા ભરૂચમાં ૧૫૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી

પ્રતિકાત્મક
ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે ભરૂચની સીવીલ હોસ્પિટલ સજ્જ- પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત
ભરૂચ, ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવભર્યો માહોલ સર્જાયો છે ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સીવીલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો છે. જ્યાં કોઈપણ પરીસ્થીતીને પહોંચી વળવા અંદાજીત હાલમાં ૧૫૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમગ્ર દેશમાં હાલમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યમાં પણ હાલમાં તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવમાં આવી છે. સાથે કોઈ પણ સ્થિતિમાં હેડકવોટર્સ નહી છોડવા માટેની પણ આદેશ અપાયા છે. ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલા દરિયા પટ્ટી પણ દહેજ મરીન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ સાથે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા પણ સરકારી હોસ્પિટલ્સને આદેશ આપવામાં આવ્યા છે. જેમાં હોસ્પિટલમાં વીજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા રાખવી, બ્લડ ડોનેશન કેમ્પ યોજવા, જરૂરી દવાનો સ્ટોક રાખવા અપાઈ સૂચના આપીને ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ સાથે સંકલન સાધવા સૂચન તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય ખાતા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એસ. દુલેરાએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારમાંથી મળેલા આદેશ મુજબ તમામ આરોગ્ય કર્મીઓ અને અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે. જિલ્લામાં અમારી પાસે એમ્બ્યુલન્સ, જરૂરી દવાઓ એનો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ છે.
જો કોઈ પણ પરીસ્થીતી સર્જાય તો આરોગ્ય ખાતા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ થયેલી છે. આગમી ૧૫ મી એ મેગા રકતદાન શિબિરનું પણ આયોજન કર્યું છે. સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ ચર્ચા થયેલી છે અને તેમનો પણ સહકાર મળી રહેનાર છે.
ભરૂચની ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇÂન્સ્ટટ્યૂટ (સિવિલ હોસ્પિટલ)ના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડૉ.મિતેશ.સી.શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભરૂચ ખાતે આવેલી હોસ્પિટલમાં હાલમાં ચાલી રહેલા તણાવ ભરેલી પરિસ્થિતિમાં ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈÂન્સ્ટટ્યૂટના સાતમા માળે સ્પેશિયલ વોર્ડ બનાવવા આવ્યો છે
જેમાં હાલમાં ૧૫૦ બેડની વ્યવસ્થા કરીને સ્ટાફ સાથેની તમામ તૈયારીઓ ચાલી રહી છે અને જો કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોચી વળવા માટે ની તૈયારીઓ કરાઈ છે સિવિલમાં ઓક્સિજન પ્લાન,સાથે લાઈટ જાય તો પણ જનરેટર સહિતની સુવિધાઓ સજ્જ છે.