જેલ પ્રશાસન દ્વારા દીવાલની કામગીરી શરૂ કરાતાં ભરૂચના સ્થાનિકોમાં રોષ
ભરૂચમાં બૌડાની માલિકીના શાળા અને રમત ગમતના મેદાન ઉપર જેલ પ્રશાસનને દીવાલ બનાવવાની કામગીરી શરૂ કરતાં સ્થાનિકોની રજુઆત
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સબજેલની બાજુમાં આવેલ મેદાન નગર યોજના-૩માં અંતિખંડ ૯૪-૯૫ અંર્તગત શાળા અને રમત-ગમતના મેદાન માટે અનામત છે.તેમ છતાં પણ જેલ પ્રસાસન દ્વારા વખતો વખત આ મેદાન ઉપર કબજો કરી આ મેદાનને જેલની દીવાલોમાં કેદ કરવાની કવાયત કરવામાં આવી છે.
હાલમાં પણ આ મેદાન પર જેલ પ્રસાસન દ્વારા પોતાના કબ્જાના બોર્ડ લગાવવામાં આવેલા છે.
જ્યારે કે હાલમાં પણ આ મેદાન બૌડાની માલિકીનું છે અને નગર-૩માં અંતિખંડ ૯૪-૯૪ તરીકે છે. જેલ પ્રસાસનના આ કબ્જા બાબતે વખતો વખત આ વિસ્તારના રહિશો દ્વારા કલેક્ટર અને બૌડાને વારંવાર આવેદનો આપવા છતા કલેક્ટર તરફથી કોઈપણ પગલા ન લેવાતા આ વિસ્તારના રહિશોને નામદાર હાઈકોર્ટમાં અપીલ કરવાની ફરજ પડી હતી.
નામદાર હાઈકોર્ટ દ્વારા આ શાળા અને રમત-ગમતના મેદાન અંગેન અરજીનો સ્વીકાર કરવામાં આવેલો છે. હાઈ કોર્ટમાં આ અરજી ઇ/જીઝ્રછ/૧૪૩૮૬/૨૦૨૪થી ફ્લોર ઉપર છે. આ અરજી સંદર્ભે નામદાર હાઈકોર્ટ તરફથી કલેક્ટર ભરૂચ, બૌડા ઓથોરિટી ભરૂચ, જેલ સુપ્રિટેન્ડેન્ટ ભરૂચને નોટીસ પાઠવવામાં આવી છે.
તેમ છતા પણ આ રોજ તારીખ ૧૧-૧૨-૨૦૨૪ના રોજ જેલ પ્રસાસન દ્વારા આ શાળા અને રમત-ગમતના મેદાન ઉપર દિવાલ બનાવવાનું કામ ચાલુ કરતા આ વિસ્તારના રહિશોએ કલેક્ટરને આવેદન પાઠવી રમત-ગમતનું આ મેદાન જેલમાં પરિવર્તીત થતુ અટકાવવા રજુઆત કરી હતી.કલેક્ટરે સમગ્ર કોર્ટના કાગળ અને અત્યારની પરિસ્થિતીનો અભ્યાસ કરી યોગ્ય પગલા લેવાની બાહેધરી આપી હતી.
આ વિસ્તારના રહિશોની કલેક્ટરને નમ્ર અરજ છે કે અમારી વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ આ મેદાનની સાથે સાથે અમારા વિસ્તારના રસ્તાઓની સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરે.
આ વિસ્તારને ફાળવવામાં આવેલા નગર યોજના-૩ ના બધા રસ્તા બંધ છે. એટલે બૌડાના આ મેદાનનો ઉપયોગ આ વિસ્તારના રહિશો ૪૦ વર્ષથી અવર-જવર માટે કરી રહ્યા છે. જો આ મેદાન બંધ થાય તો આ વિસ્તારને રસ્તાની ગંભીર સમસ્યા ઉભી થાય તેમ છે.
એટલે આ વિસ્તારાન રહિશોની માગ છે કે, આ વિસ્તારને ફાળવવામાં આવેલ ટીપી-૩નો રસ્તો જે દારુલ યતામામાંથી પસાર થાય છે.તે તાત્કાલિક ધોરણે ખોલી આપવામાં આવે.હાલમાં ભરૂચમાં રમત-ગમતનું સરકારી મેદાન આ એક જ છે.