ગુજરાતના આ ગામના બાળકોને પાણીમાંથી અવરજવર કરી સ્કુલે જવું પડે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/07/3007-bharuch-1.jpg)
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના વેડચ ચમારીયા (બંગાલિયા) વગાના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ચોમાસાના ચાર મહિના ઘુંટણ સમા પાણી માંથી માત્ર ગ્રામજનોજ નહિ શાળાએ જતા માસુમ બાળકોએ પણ કમરસમા પાણી માંથી પસાર થવું પડે છે.ત્યારે ૨૧ મી સદીમાં પણ ભાજપનો વિકાસ ચમારીયા (બંગાલિયા) વગાના ગામ સુધી ન પહોંચ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. Bharuch Jambusar Taluka Vedach Chamariya village
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના વેડચ ચમારીયા (બંગાલિયા) વગાના વિસ્તારમાં ભાજપનો વિકાસ નહિ પહોંચતા અને માત્ર મતો મેળવતાં જન પ્રતિનિધિઓ સામે ઉકરતો ચરુ જોવા મળી રહ્યો છે.સાથે જંબુસરના ચમારીયા (બંગાલિયા) વગાના વિસ્તારોમાં રોડ રસ્તા કે પાણી ની સુવિધા મળી નથી પરંતુ આ વિસ્તારના ચોમાસાના ચાર મહિના ગ્રામજનો અને ગ્રામજનોના બાળકો શિક્ષણ મેળવવા માટે
પણ કમરસમા પાણી માં કપડાં અને દફ્તર માથે મૂકી તેમજ ગામમાં કોઈનું મોત પણ થાય તો નનામી લઈને પાણી માંથી પસાર થવું પડતું હોવાની નોબત આવી જતી હોવાના આક્ષેપ કરી રહ્યા છે સાથે કોઈપણ સગર્ભા મહિલા માટે ઈમરજન્સી એમ્બ્યુલસ કે અન્ય વાહનો આવી શકતા નથી અને આ પાણીના કારણે ગામના લોકો બેરોજગાર બની રહ્યા હોવાના ગામના માજી પંચાયત સભ્ય રસીક જાદવે આક્ષેપ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચચારી છે.
ગામમાં જે પાણી ભરાયું છે તેનાથી દર ચોમાસે લોકો પરેશાન થાય છે.પશુઓ માટે ઘાસચારો,ચાર,જીવન જરૂરીની વસ્તુઓ લાવવા માટે પણ આજ પાણી માંથી પસાર થવું પડે છે અને પાણી ભરાઈ રહેતા મારા પતિ ત્રણ દિવસથી નોકરીએ નહિ જતા સુપરવાઈઝરે નોકરી માંથી છુટા કરી દીધા હોવાથી મારા પતિ સહીત અન્ય લોકો બેરોજગાર પણ બની રહ્યા છે.
દર વખતે અમારે ભેંસો પણ વેચી દેવી પડે છે અને તમારે રોડ નહિ તો હું રિસાયને મારા પિયરમાં ઘરે જતી રહેતી હોવાના ગામની મહિલા કૈલાશબેનએ આક્ષેપ કર્યા છે.