ભરૂચ એલસીબીએ એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીમાં એક વર્ષ પહેલા કંપનીમાં કોન્ટ્રાક્ટ લેવા બાબતે અટલાદરાના સંજીવ કુમાર સાથે ફોન પર ઝઘડો કરી મારી નાખવાની ધમકી પ્રકાશ સુશીલ દ્વિવેદી રહે.આદિત્ય નગર જીઆઈડીસી અંકલેશ્વર નાએ આપી હતી.તે બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં પ્રકાશ દ્વિવેદી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
છેલ્લા એક વર્ષથી પ્રકાશ દ્વિવેદી નાસતો ફરતો હતો. જિલ્લા એલસીબીને તમામ પોલીસ સ્ટેશનમાં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.જેના સંદર્ભે જિલ્લા એલસીબીએ બાતમીના આધારે અંકલેશ્વર પ્રતિન ચોકડી ખાતેથી પ્રકાશ સુશીલ દ્વિવેદી ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.