Western Times News

Gujarati News

ભરૂચ LCBએ 10 જેટલી વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડી

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ઝઘડિયા પોલીસ મથકની હદ વિસ્તારમાં દેશી વિદેશી દારૂ છડે ચોક વેચાઈ રહ્યો છે.આ ઉપરાંત વરલી મટકા તથા આંક ફરકના આંકડા લખવાની બદી પણ મોટા પ્રમાણમાં વ્યાપી છે. Bharuch LCB seized as many as 10 cartons of foreign liquor

ઝઘડિયા પંથકમાં એલસીબી સક્રિય હોવાના કારણે ઘણા સ્થળોએ છાપા મારી આવા વિદેશી દારૂ વેચતા બુટલેગરોને ઝબ્બે કરે છે.પોલીસ મહાનિર્દેશક વડોદરા, ભરૂચ પોલીસ અધિક્ષકનાઓએ દિવાળીના તહેવાર હોય જીલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હતી,

જેના આધારે એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ આવા કેસો શોધી કાઢવા એલસીબીની અલગ અલગ ટીમો બનાવી સધન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.તે દરમ્યાન આજરોજ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમએમ રાઠોડ હેડ કોન્સ્ટેબલ જયરાજભાઇ સંજયભાઈ, મનહરસિંહ, નિમેષભાઈ, દીપકભાઈની ટીમ સાથે ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

ત્યારે બાતમી મળી હતી કે ઝઘડિયા ટાઉન વિસ્તારમાં આવેલ હનુમાન ફળિયાના રહેવાસી મુકેશ ઝીણા રાવળ નાએ પોતાની મારૂતિ ઝેન ગાડીમાં ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે.બાતમીના આધારે બાતમી વાળી જગ્યા હનુમાન ફળિયા ખાતે રેડ કરી મારૂતિ ઝેન ગાડીમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી બોટલ નંગ ૪૭૭ જેની કિંમત રૂપિયા ૫૬,૧૦૦ ઝેન ગાડી

જેની કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦ મળી કુલ મુદ્દામાં ૧,૫૬,૧૦૦ નો મુદ્દામાલ પકડી મુકેશ ઝીણા રાવળને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ મુજબ કાર્યવાહી કરી ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ એલસીબી દ્વારા અગાઉ આજ બુટલેગર મુકેશ રાવળના ધરે છાપોમારી વીસ થી વધુ પ્રતિબંધિત વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.