ભરૂચમાં મહેદવિયહ ઈજતિમાઈ કમિટી દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/11/Bharuch.-Rana-1024x576.jpg)
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ મહેદવિયહ ઈજતિમાઈ કમિટી દ્વારા સતત ૧૧ મું યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ૪૩ જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ જ્યારે પોતાના લગ્ન સંસારમાં ડગ માંડ્યા ત્યારે કોમી એકતાનો દિપ પ્રજવલ્લિત થઈ ઉઠ્યો હતો અને સાથે સાથે સાંપ્રત સમયમાં માનવતાના શત્રુઓને સંદેશ પણ આપ્યો હતો.
ભારત જેવા બિનસાંપ્રદાયીક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો બે ટંકના જમવા માટે પણ જઝૂમતા હોય છે.આવા ગરીબ પરિવારોના દીકરા અને દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતાં નથી.દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે.નાણાં અને સંશાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી.પરંતુ કહેવાય છે, જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે.આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે
માનવતા…જીવનનો બીજાે તબક્કો એટ્લે ઘર સંસાર…ભારત ભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે,ભૂખ્યાને ભોજન,ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે.આજ પંક્તિમાં મેહદવિયહ ઈજતિમાઈ નિકાહ કમિટી છે.જે સતત ૧૧ મું સમૂહ લગ્ન કરાવી ગરીબ પરિવારોના લગ્ન સંસારનું માધ્યમ બને છે.
એકતાના માહોલમાં સમૂહ લગ્ન મહોત્સવની આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગરીબ પરિવારોના ૪૩ યુગલોએ ઘર સંસાર માંડ્યા હતા.
મહેદવિયહ ઈજતિમાઈ કમિટી દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેદવિયહ ઈજતિમાઈ કમિટી નું અદમ્ય સાહસ ગરીબો માટે ખુશીનું કારણ બને છે.દાતાઓના દાનથી ગરીબોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં ૪૩ જેટલા યુગલોએ સાંસારિક જીવનના પ્રારંભનો દસ્તાવેજ પઢી દુનિયા માટે મિસાલ કાયમ કરી હતી.