Western Times News

Gujarati News

ભરૂચના મકતમપુર સાદાત નગરમાં પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરાતા પ યુગલો નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના મકતમપુર સાદાત નગરમાં સૈયદ કાદરી મેડીકલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ યુગલો નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા હતા.

ભરૂચના મકતમપુરના સાદાત નગર ખાતે સૈયદ કાદરી મેડીકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહલગ્નોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ પવિત્ર કાર્યક્રમમાં પ યુગલો નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા હતા.આ સમુહલગ્નનું આયોજન ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.સૈયદ અબ્દુલ રશીદ બાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટ દ્વારા નિકાહ કરનાર તમામ યુગલને ઘરવખરી અને જરૂરી કારયાવર આપીને નવજીવનની શરૂઆત માટે મદદરૂપ થવાનો માનવતાવાદી ઉદ્દેશ સાકાર કર્યો હતો.

કાર્યક્રમમાં સામાજિક કાર્યકરો અબ્દુલ કામઠી,ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ સાથે ઈકબાલ પાદરવાલા દાઉદ હવેલી વાલા,શબ્બીર ચોકવાલા,વાહિદ મશહદીના મુસ્લિમ આગેવાનો મકતનપુર ગામના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા.સાથે મુસ્લિમ યુનાઈટેડના પ્રમુખ જૈનુદીન સૈયદે સહિત આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી.

સમૂહલગ્નોનું મહત્વ છે કે તે સમાજના આર્થિક રીતે નબળા વર્ગના યુગલો માટે સરળ અને સાધનસંપન્ન લગ્નવ્યવસ્થા ઉપલબ્ધ કરાવે છે સાથે જ સમાજમાં પરસ્પર સહકાર અને ભાઈચારાનો સંદેશ પણ પ્રસારે છે.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજિક મુસ્લિમ આગેવાન અબ્દુલ કામથી દ્વારા કરવામાં આવ્યું હતું.

સંસ્થાના પ્રમુખ રસીદભાઈ કાદરીએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા કોરોના કાર્ડ દરમ્યાન જીલ્લા આરોગ્ય વિભાગ સાથે મળી ગામે ગામ કોરોનાથી રક્ષણ આપતા કાવાનું વિતરણ કર્યું હતું અને કોઈ જગ્યા ઉપર મેડિકલ કેમ્પો કરવામાં આવ્યા હતા.સંસ્થા દ્વારા મુસ્લિમ બિરાદરોને રમજાન માસ દરમ્યાન કીટ પણ આપવામાં આવી હતી.સાથે સાથે અનેક કાર્યો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.