ભરૂચ નગરપાલિકા દ્વારા G20 City Walkનું આયોજન કરાયું
ભરૂચ, જી – ૨૦ સમિટ ૨૦૨૩ નું યજમાન ભારત દેશ બનતા ભરૂચ નગરપાલિકા દ્વારા જી – ૨૦ સીટી વોકનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા.
વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની વસુદૈવ કુટુમ્બકમ ની ભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે જી – ૨૦ સમિટ ૨૦૨૩નું યજમાન ભારત દેશ બન્યું છે અને તેમાંય ગુજરાતના આંગણે જી – ૨૦ સમિટની મહત્વ ની ૧૬ ઈવેન્ટ આ વર્ષમાં થવા જઈ રહી છે.
Bharuch Municipality organized G20 City Walk
જેમાં ગુજરાતની નગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા નગરજનો પરોક્ષ રીતે કાર્યક્રમો માં થાય તથા વધુમાં વધુ જનભાગીદારી કેળવાય તેવા શુભ આશયથી ભરૂચ નગરપાલિકા દ્વારા જી – ૨૦ સીટી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.જે સીટી વોક જે પી કોલેજ ખાતેથી પાલિકા પ્રમુખ અમિત ચાવડા,ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.