મારો મોબાઈલ કેમ ચેક કરે છે તેમ કહેતા બોલાચાલી બાદ મિત્રની હત્યા

ભરૂચમાં ચકચારી હત્યા પ્રકરણમાં આરોપીને સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું-ઝાડેશ્વર નજીક સોસાયટીના મકાનમાં ટુકડા કરી એક્ટિવા ઉપર સ્ત્રીના વસ્ત્રો ધારણ કરી ગટરમાં માનવ અંગના ટુકડા નાખવા જતો
ભરૂચ, ભરૂચમાં મિત્રએ જ મિત્રની હત્યા કર્યા બાદ મૃતકના નવ ટુકડા કરી ગટરમાં નિકાલ કર્યો હોવાની ચકચારી હત્યા પ્રકરણમાં આખરે પોલીસે અનેક પુરાવા મેળવવા સાથે આરોપીને કયા પ્રકારે ગુનાને અંજામ આપ્યો,કેવી રીતે ટુકડા કર્યા,
ક્યાં નિકાલ કર્યા તે સંપૂર્ણ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવતા સોસાયટી વિસ્તારોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બનવા સાથે ઘરથી ઘટના સ્થળ સુધી પોલીસે આરોપીએ ગુનાને કેવી રીતે અંજામ આપ્યો છે તેનો ત્યાગ મેળવ્યો હતો.
ભરૂચના લિંક રોડ પર આવેલ વેદાંત સોસાયટીમાં રહેતા સચિન ચૌહાણ કે જે પોતાના મિત્રના ઘરે જમવા ગયા બાદ ઊંઘી ગયો હતો અને તે વખતે જ રાત્રિના સમયે તેનો મિત્ર શૈલેન્દ્રસિંગ ચૌહાણએ સચિનનો મોબાઈલ ચેક કરી રહ્યો હતો તે બાબતે સચિન ચૌહાણ જાગી જતા શૈલેન્દ્રસિંગને કહ્યું હતું મારો મોબાઈલ કેમ ચેક કરે છે તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ શૈલેન્દ્રસિંગે સચિન ચૌહાણને ગળા ઉપર ચપ્પુનો ઘા મારી હત્યા કરી
શૈલેન્દ્રસિંગે પોતાના જ મિત્રની હત્યા બાદ મૃતકના નિકાલ માટે નવ ટુકડા કરી ભરૂચ જીઆઈડીસીની ગટરમાં કાળી પોલીથીન થેલીમાં પેક કરી નિકાલ કર્યો હતો.જે સમગ્ર ઘટનામાં આખરે પોલીસે ભેદ ઉકેલ નાખી શૈલેન્દ્રસિંગ ચૌહાણની ધરપકડ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવી ભરૂચ જીઆઈડીસી વિસ્તારના વિવિધ ફેક્ટરીના સીસીટીવી ફૂટેજ મેળવી અને પુરાવા એકત્ર કરી
આખરે શૈલેન્દ્રસિંગ ચૌહાણએ પોતાના મિત્રની કેવી રીતે હત્યા કરીઅને કેવી રીતે ટુકડા કર્યા તેમજ ઘરેથી કેવી રીતે ગટરમાં નાખવા જતો તે સમગ્ર ઘટનાનું પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.જેના પગલે સોસાયટી વિસ્તારમાં પણ પોલીસે આરોપીને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કરતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.