ભરૂચમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર આચાર્યની અટકાયત
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના મહાત્મા ગાંધી રોડ પર આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માંથી ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે.જેમાં શાળાના આચાર્ય કમલેશ રાવલે ધોરણ ૧૦ ની વિદ્યાર્થિની સાથે બે વખત અશ્લીલ હરકતો કરી દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આરોપી આચાર્યએ પ્રથમ વખત પીડિતાને પોતાની ઓફિસમાં બોલાવીને અડપલા કર્યા હતા.બીજી વખત ડિસેમ્બર માસમાં શાળામાં યોજાયેલા ગેટ ટુ ગેધર કાર્યક્રમ દરમ્યાન એકાંતમાં બોલાવીને અશ્લીલ હરકતો કરી હતી.આ ઘટના બાદ ગભરાયેલી કિશોરીએ પોતાના પરિવારને જાણ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઈન્ચાર્જ પીઆઈ કોમલ વ્યાસ અને બી ડિવિઝનના પીઆઈ વી.એસ.વણઝારાના નેતૃત્વમાં વિશેષ ટીમ બનાવવામાં આવી હતી.ટીમે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તપાસ હાથધરી હતી.
ત્રણ દિવસની સઘન શોધખોળ બાદ પોલીસે આરોપી આચાર્યની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.પોલીસે સગીરાને મોકલાયેલા અશ્લીલ મેસેજના પુરાવા પણ એકત્રિત કર્યા છે.હાલમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ હાથધરી છે.