ભરૂચમાં રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસ માટે વળતર ચૂકવવાની માંગ

ભરૂચ, ગુજરાતમાં હવે પશુઓમાં પણ લમ્પી નામનો વાયરસ એ હાહાકાર મચાવ્યો છે.ત્યારે પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે.ત્યારે જે પશુપાલકોના પશુઓ મોતને ભેટે તેઓને આર્થિક સહાયરૂપી વળતર ચૂકવવાની માંગણી સાથે રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.
ગુજરાતમાં ગાયોમાં લમ્પી નામના વાયરસ ઝડપી ફેલાઈ રહ્યો હોવાના કારણે પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે.લમ્પી નામનો વાયરસ જે પશુમાં પ્રવેશે છે તે પશુને ફોલ્લા થવા સાથે દૂધ આપવાનું બંધ કરી મોળા માંથી લાળ પડતી હોય છે.જે લમ્પી વાયરસનો ભોગ બનેલી ગાય જે ચારો ચડે છે
તે જ ચારો અન્ય ગાય પણ ચડે તો તેને પણ લમ્પી નામનો વાયરસનો ચેપ લાગી જતો હોવાના આક્ષેપો થયા છે.ત્યારે ભરૂચ જિલ્લામાં પશુપાલકોના પશુઓમાં ઝીણવટ ભરી રીતે તપાસ કરી વાયરસનો ભોગ બનેલા પશુઓને સમયસર સારવાર મળી રહે અને જે પશુપાલકોના પશુઓ મોતની ભેટી છે તેઓને આર્થિક વળતર ચૂકવવાની માંગણી સાથે રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા ભરૂચ કલેકટરને એક લેખિત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.