ભરૂચમાં તનાવ મુક્ત કેવી રીતે રહેવાય તે વિશે માર્ગદર્શન અપાયું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા લોકજન હિતમાં તેવો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.ત્યારે અંકલેશ્વર ઓએનજીસીના ત્રણ યુનિટના અંકલેશ્વર ગેલ અને ગધાર આમ ત્રણ યુનિટના ૩૦૦ થી વધારે સુરક્ષા કર્મચારીઓને તનાવ મુક્ત કેવી રીતે રહેવાય તે વિષય પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં બ્રહ્માકુમારી માઉન્ટ આબુથી પધારેલ ડોક્ટર ઈ વી સ્વામીનાથમ ભાઈ કે જેવો માઉન્ટ આબુ સિક્યુરિટી વિગમાં છેલ્લા ૨૮ વર્ષથી જેવો સેવાકાર્યમાં કાર્યરત છે.તેઓએ સુંદર માર્ગદર્શન આપ્યું હતું કે દરેક વ્યક્તિએ જીવનમાં તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે જેવો એ જણાવ્યું હતું કે આપણા જીવનમાં તણાવ ખાસ એટલા આવે છે કે આપણી આંતરિક શક્તિ ઓછી થઈ જાય છે.
ત્યારે આપના જીવનમાં તનાવ આવે છે.પરંતુ આપણે તનાવને દૂર કરવા માટે વ્યાયામ શુદ્ધ ભોજન અને ધ્યાન યોગ કરવાથી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ.ત્યારે આ કાર્યક્રમમાં બી કે કર્નલ સતિષભાઈ અને કેપ્ટન્સ સિવસિંગ ભાઈજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ તનાવ મુક્ત કેવી રીતે રહેવાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં ૩૦૦ થી વધુ સુરક્ષા કર્મચારીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે જેઓ કાર્ય સુરક્ષા કર્મચારીઓ પોતાના કાર્ય ક્ષેત્રમાં પણ તંદુરસ્ત રહી તણાવ મુક્ત રહે એ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં અંકલેશ્વર ઓએનજીસીના ત્રણેય યુનિટના વિશેષ અધિકારીઓ ઈન્સ્પેક્ટર સિંઘમ મણી,ઈન્સ્પેક્ટર મનહરલાલ,ઈન્સ્પેકટર પવન કુમાર જેવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.