Western Times News

Gujarati News

ભરૂચ એસઓજી પોલીસે પીપરમીટની ગોળીઓના પેકિંગમાં લવાતો ૧.૫૭ કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

રાજસ્થાન તરફથી બસના લગેજ ખાનામાં પીપરમીટના પેકિંગમાં નશીલા પદાર્થની હેરફેર

ભરૂચ, વર્ષ ૨૦૨૨ માં ભરૂચ જીલ્લો ડ્રગ્સમાં ગુજરાતભરમાં ગાજયો હતો.ડ્રગ્સ બનાવતી ફેકટરી સાથે એમ.ડી ડ્રગ્સ,ગાંજાે, ચરસ, અફીણનો ૩૫૦૦ કરોડથી વધુનો માતબર જથ્થો પકડાયો હતો. નશીલા પદાર્થના પેડલરો અને કેરિયરોએ ભરૂચને જાણે ડ્રગ ઉત્પાદન, વહન અને વેચાણનું કેન્દ્ર બનાવી દીધું હતું.

જાેકે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની આગેવાનીમાં જિલ્લા પોલીસ, એસઓજી, ન્ઝ્રમ્ એ નશીલા પદાર્થોના સોદાગરો ઉપર વર્ષભર તવાઈ બોલાવી હતી.
નવા વર્ષ ૨૦૨૩ ત્રીજા દિવસે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે હાઇવે પરથી હેરફેર થતા નશીલા પદાર્થના મોટા જથ્થાને ઝડપી લીધો છે. રાજસ્થાન તરફથી યુ.પી. પાસિંગની લકઝરી બસમાં મોટી માત્રામાં માદક પદાર્થ લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એસઓજી એ ઝાડેશ્વર ચોકડી ઉપર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ લકઝરી બસ આવતા જ તેને રોકી તપાસ શરૂ કરાઇ હતી.

બસના લગેજ ખાનામાં પીપરમીટની ગોળીના પેકિંગમાં લઈ જવાતો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એફ.એસ.એલ ની મદદથી આ નશીલો પદાર્થ ગાંજાે હોવાનું ફલિત થયા બાદ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે.અંદાજે ૧.૫૭ કરોડના ગાંજાના જથ્થા સાથે લકઝરી બસના બે ડ્રાઈવર, ક્લીનર અને સુરતના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસઓજી એ આરોપીઓની પૂછપરછ હાથ ધરી આ નશીલો પદાર્થ ક્યાંથી ક્યાં લઈ જવાય રહ્યો હતો.

કોણે લકઝરીમાં મોકલી ક્યાં પોહચાડવાનો હતો સહિતની તપાસ હાલ શરૂ કરી છે.જે અંગે આજરોજ જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરી વધુ વિગતો આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.