Western Times News

Gujarati News

કલકત્તાની ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં ન થાય તે માટે વિદ્યાર્થિનીએ અનોખું આંદોલન છેડ્‌યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) કલકત્તામાં યુવતી ઉપર રેપ સહિતની ઘટનાના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્‌યા છે આવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં ન થાય તે માટે ધોરણ ૧૨ ની વિદ્યાર્થીની હાથમાં પ્લે કાર્ડ સાથે શું ભરૂચ સાથ આપશે..? તેવા વિવિધ સૂત્રો સાથે જાહેર માર્ગ ઉપર લોકોને જગાડવાના પ્રયાસના ભાગરૂપે આંદોલનનો પ્રારંભ કર્યો છે.

કહેવાય છે ને કે હવે નારીઓની સુરક્ષા નારીઓએ જાતે જ કરવી પડશે અને જો એક નારી હિંમત કરશે તો તેની સામે ૧૦૦ નારી ખડે પગે ઉભી રહેશે તો સો ટકા નારી સુરક્ષા માટે નવો કાયદો બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પહેલ માત્ર ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીએ કરી છે

કોલકત્તાની ઘટના બાદ ભરૂચની જીએનએફસીની ધોરણ ૧૨ની વિદ્યાર્થીની વૈષ્ણવી મિસ્ત્રીએ આજની યુવતીઓ માટેની સુરક્ષાના ભાગરૂપે કડક કાયદો બનાવવાની માંગ સાથે અને ગુજરાતમાં પણ આવા જ બનાવો બનતા રહે છે પરંતુ યુવતીઓ મહિલા અને નારીઓની સુરક્ષાની ચિંતા સરકાર ન કરતો હોવાના આક્ષેપ સાથે પોતાના આંદોલનના શ્રી ગણેશ કર્યા છે.

ધોરણ ૧૨ ની વિદ્યાર્થીની વૈષ્ણવી મિસ્ત્રી ભરૂચના સ્ટેશન સર્કલ નજીક આજની યુવતીઓની સુરક્ષા માટે પ્લે કાર્ડ સાથે ઉભી હોવાનો વિડિયો જોઈ તેની સાથે સહકાર આપવા તેની બહેનપણી યુનિવર્સલ ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી જાહ્નવી મકવાણા પણ તાબડ તો તેની બહેનપણી ન સહકાર આપવા સ્ટેશને પહોંચી ગઈ

અને તેની સાથે જ તેના આંદોલનમાં જોડાઈ ઉભી થઈ જતા એક બહેનપણીને બીજી બહેનપણી નો સહકાર મળતા તેના ચહેરા ઉપર રોનક જોવા મળી હતી.

ભરૂચના વસાહતમાં રહેતી અને જે.પી કોલેજમાં બીએનો અભ્યાસ કરતી ઈશિતા ખુમાણ પણ આ વિડીયો જોઈ નારીઓની સુરક્ષા ન ચિંતા કરી તેણીની પણ ભરૂચ સ્ટેશનથી આવી ગઈ હતી અને જ્યાં બે યુવતીઓ નારીઓની સુરક્ષા માટે પ્લે કાર્ડ સાથે ઉભી હતી તેની સાથે ઉભી રહીને સરકાર સામે મોરચો માંડ્‌યો હતો ભાજપ સરકાર માત્ર હિન્દુઓની વાત કરે છે પરંતુ નારીઓની સુરક્ષા મુદ્દે મૌન રહી છે

હવે નારીઓ ડરીને નહીં જીવે તેવા સૂત્રોચાર સાથે આંદોલનમાં જોડાઈ હતી. વૈષ્ણવી મિસ્ત્રી માત્ર એક દિવસ માટે સ્ટેશન સર્કલ નજીક આંદોલન ધમધોખતા તાપમાં એક દિવસ આંદોલન કરીને સંતોષ નહીં માને ભરૂચના તમામ જાહેર માર્ગો ઉપર આવનાર સમયમાં જ્યાં લોકોની વધારે અવર-જવર હશે ત્યાં પોતે બનાવેલા પ્લે કાર્ડ સાથે ઉભી રહેશે અને લોકોને જાગૃત કરવાનું કામ કરશે અને યુવતીઓની સુરક્ષા માટે કડક કાયદો બનાવવાની પહેલ યથાવત રાખનાર હોવાનું કહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.