ભરૂચ તિરંગાના રંગે રંગાયું-૩૧ જેટલી સંસ્થાઓ દ્વારા તિરંગા પદયાત્રા નીકળી

આઝાદી ના અમૃત મહોત્સવ અંતગર્ત તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં તિરંગા સાથે લોકો જોડાયા
(વિરલ રાણા) ભરૂચ,વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચની વિવિધ ૩૦ જેટલી સંસ્થાઓ જોડાઈ હતી.
સમગ્ર દેશમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન હાથ ધરાયું છે.
જે અંતર્ગત વિવિધ સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો દ્વારા તિરંગા રેલીના આયોજન કરવામાં આવી રહ્યા છે.
ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારના મોહમંદપુરા થી વ્હોરા પટેલ પોગ્રેસિવ ટ્રસ્ટ દ્વારા દેશની આન,બાન અને શાન માટે એકતા અને સમ્માન માટે વિવિધ ૩૦ જેટલી સહયોગી સંસ્થાઓના સહકાર થી આઝાદી નો અમૃત મહોત્સવ યાત્રા અંતગર્ત તિરંગા પદયાત્રાનું આયોજન કરવા આવ્યું હતું.
જેમાં ડીજેના સથવારે હાથમાં તિરંગા સાથે ખૂબ મોટી સંખ્યા માં સંસ્થાનાં અગ્રણીઓ સહિત કાર્યકરો, વિવિધ શાળાના બાળકો જોડાયા જતાં જેના પગલે સમગ્ર માહોલ તિરંગા ના રંગે રંગાઈ ગયો હતો.
આ તિરંગા પદયાત્રા મોહમંદપુરા સર્કલ થી નીકળી હતી જેનું પાંચબત્તી સર્કલ ખાતે સમાપન કરી પુનઃ મોહમંદપુરા સર્કલ ખાતે સમાપન કર્યું હતું.