ભરૂચથી નવસારી સુધીનો એકસપ્રેસ હાઈવે માર્ચ-ર૦રપ સુધીમાં ખોલવા અલ્ટીમેટમ

પ્રતિકાત્મક
સુરત, દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાઈવેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદથી ભરૂચ સુધી એકસપ્રેસ હાઈવે ખુલ્લો મૂકી દેવાયો છે જ્યારે માર્ચ ર૦રપ સુધીમાં ભરૂચથી નવસારીના ગણદેવા સુધીનો રસ્તો ખુલ્લો મૂકી દેવા ટાર્ગેટ નક્કી કરાયો છે.
ભરૂચથી કીમ વચ્ચે પેકેજ પાંચમાં ૬પ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે કીમથી એના સુધી પેકેજ ૬માં ૯૦ ટકા અને એનાથી ગણદેવા વચ્ચે પેકેજ ૭માં ૮૦ ટકા કામગીરી પૂરી થઈ છે. કીમથી એના વચ્ચે કામગીરી સંભવત ડિસેમ્બર સુધીમાં જ પૂરી કરી દેવાશે.
પરંતુ કીમથી ભરૂચ વચ્ચે પેકેજ પાંચની કામગીરી પૂરી કરવામાં હજુ સાત મહિનાનો સમય લાગી જાય તેવી સંભાવના એકસપ્રેસ હાઈવેના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે માર્ચ ર૦રપ સુધીમાં ભરૂચથી ગણદેવા સુધીનો રસ્તો ખુલ્લો મૂકી દેવા રાઉન્ડ ધ કલોક કામગીરી કરાઈ રહી છે. હાલમાં સુરતથી અમદાવાદ જતી વેળા કીમ, કોસંબા પાસે ટ્રાફિકજામ નડી રહ્યો છે.
પરંતુ એકસપ્રેસ હાઈવે બની ગયા બાદ દક્ષિણ ગુજરાતને ટ્રાફિકજામની સમસ્યાથી છૂટકારો મળી જશે. અલબત્ત સાત મહિનામાં દક્ષિણ ગુજરાતના નાગરિકોને અમદાવાદ જતી વેળા પડતી હાલાકીથી મુક્તિ મળી જવાની પ્રબળ સંભાવના છે. વિતેલા લાંબા સમયથી દક્ષિણ ગુજરાતના નાગરિો એસપ્રેસ હાઈવે બનીને તૈયાર થઈ જાય તેની રાહ જોઈ રહ્યા છે
પરંતુ ભરૂચ પાસે સાત કિલોમીટર વિસ્તારમાં જમીન સંપાદનની કામગીરી વળતરને મુદ્દે પેન્ડીંગ રહી જતા કામગીરીમાં વિલંબ થયો છે. નહીંતર અત્યાર સુધીમાં કીમ સુધીનો એકસપ્રેસ હાઈવે ખુલ્લો મૂકી દેવાયો હોત. જો કે, આગામી ચોમાસા પહેલાં દક્ષિણ ગુજરાતના નાગરિકોએ આ હાલાકીનો સામનો કરવો નહીં પડે. સુરત તથા આસપાસના વાહનચાલકોને કીમથી ચાર કિલોમીટર દૂર આવેલા પાલોદ પાસેથી એન્ટ્રી અને એÂક્ઝટ મળશે.