ગરબામાં બહેનો પાસેથી ફી વસુલાતને લઈ ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું
(પ્રતિનિધિ) ભરૂચ,
માં શક્તિની આરાધનાનો પર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ભરૂચ જીલ્લામાં પણ વિવિધ સ્થળે નવરાત્રી પર્વને લઈ ગરબા પંડાલોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.ખૈલાયાઓને ગરબે ઘૂમવા માટે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે,તેવામાં આજરોજ ભરૂચ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસવડાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે આવનારા નવરાત્રીના તહેવાર દરમ્યાન વિધર્મી યુવાનોને ગરબા પંડાલમાં પ્રવેશ ન આપવામાં આવે સાથે સાથે જે તે ગરબા પંડાલના આયોજકો દ્વારા ગરબા રમવા આવતી બહેનો પાસેથી તગડી ફી વસૂલાત કરવામાં આવી રહી છે.
તેવી બહેનો પાસેથી ફી વસુલાત કરવામાં ન આવે અને જાે આ પ્રકારની ફી વસુલાત કરવામાં આવશે તો આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જે તે ગરબા પંડાલ ખાતે પહોંચી જઈ એક્શનમાં કામગીરી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.