ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
(પ્રતિનિધિ)ભરૂચ, દેશમાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ અને નેતાઓ પર થતા હુમલાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દેશમાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ અને નેતાઓ પર અવારનવાર હુમલા અને હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ગત ૮ મી જાન્યુઆરીના રોજ અસમના કરીમગંજ જિલ્લાના લોતીરપુરામાં બજરંગ દળના એક ૧૬ વર્ષીય કાર્યકર્તા શંભુ કેરીની જેહાદી તત્વો દ્વારા ચપ્પુ મારીને ર્નિમમ હત્યા કરી દેવામાં આવી હતી.
પાછલા બે વર્ષોમાં બજરંગદળના નવ કાર્યકર્તાઓની વિધર્મીઓ દ્વારા હત્યા અને ૩૦ થી વધુ કાર્યકર્તાઓ પર હુમલાની ઘટનાઓ બની છે.તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.આવેદન પત્ર દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના મંત્રી અજય મિશ્રા,બજરંગ દળના સંયોજક દીપક પાલીવાલ, દુષ્યંતસિંહ સોમી, વિરલ દેસાઈ, બીપીન પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જાેડાયા હતા.