ભરૂચ – અંક્લેશ્વરમાં ઈદે મિલાદ નિમિત્તે ઝુલુસ નીકળ્યું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) પયગંબર સાહેબના જન્મદિનના પર્વ ઈદે મિલાદના તહેવારની ભરૂચમાં પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવતા ઝુલુસ કાઢવામાં આવતા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જાેડાયા હતા.
ભરૂચ શહેરમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા પયગંબર સાહેબના જન્મદિનના પર્વ ઈદે મિલાદના તહેવારની પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા મુસ્લિમ સમાજના લોકો દ્વારા મસ્જિદોને રોશનીથી સજાવવામાં આવી હતી
અને આજરોજ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ઈદે મિલાદના પર્વની ઉજવણીનો ઉત્સાહ જાેવા મળ્યો હતો. ઈદે મિલાદ નિમિત્તે સમાજના આગેવાનો દ્વારા ઝુલીસનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ઝુલુસ શહેરના બાયપાસ રોડ થી શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા.
જે ઝુલુસ બાયપાસ થી નીકળી મહંમદપુરા સર્કલ થઈ સંતોષી વસાહત ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ નીયાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ઈદે મિલાદ નિમિત્તે મુસ્લિમ વિસ્તારોમાં પયગંબર સાહેબના બાલ મુબારકની જ્યારત ઉપરાંત નજરો ન્યાઝના કાર્યક્રમ યોજાયા હતા.
તો અંક્લેશ્વર ખાતે પણ મુસ્લિમ સમાજ દ્વારા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.જે ઝુલુસ કસ્બાતીવાડથી સવારે નીકળ્યું હતું.જે વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ ગોયા બજાર ખાતે પહોંચ્યું હતું.ઝુલુસ દરમ્યાન લોકો દ્વારા ઠંડા પીણા સહિત ચોકલેટનું ઠેર ઠેર વિતરણ પણ કરવામાં આવ્યું હતું.