ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ યુવકને ટ્રાઈસિકલ અર્પણ કરી
(પ્રતિનિધિ) ભરૂચ, કહેવાય છે કે જરૂરિયાતમંદ વ્યક્તિને કરેલું દાન પુણ્યનું કામ માનવામાં આવે છે.ત્યારે ભરૂચના સ્લમ વિસ્તારમાં રહેલા દિવ્યાંગ યુવકને તે હરી ફરી શકે તે માટે ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાઈસિકલ સાયકલ અર્પણ કરવામાં આવતા તેના ચહેરા ઉપર રોનક જાેવા મળી હતી.
સરકારની યોજના હજુ પણ ઘણા લાભાર્થીઓ સુધી હાથો હાથ પહોંચતી નથી.પરંતુ આવા લાભાર્થીઓને પણ સેવા ભાવિ સંસ્થાઓ મદદરૂપ બની રહી છે.ભરૂચના ભીડભંજન વિસ્તારમાં રહેતા લાભાર્થી કેતનભાઈ બારીયાએ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક નીતિન માને અને તેઓના પુત્ર હિતાર્થ માનેના સહયોગથી દિવ્યાંગ લાભાર્થીને ટ્રાઈસિકલ અર્પણ કરવામાં આવતા તેણે પોતાની નજર સામે નવી ટ્રાઈસિકલ જાેઈને તેના ચહેરા ઉપર રોનક જાેવા મળી તેનાથી જ ટ્રાઈસિકલ આપનારને પુણ્ય મળ્યું હોય તેવો અનુભવ કર્યો હતો.
નવી ટ્રાઈસિકલ દિવ્યાંગ લાભાર્થીના હાથમાં પહોંચતા જ તેણે પણ નવી ટ્રાઈસિકલ તેના માટે મોટું વાહન બન્યું હોવાનો અનુભવ કર્યો હતો અને તેણે નવી ટ્રાઈસિકલ જાેઈને જણાવ્યું કે હવે હું રોજગારી મેળવી શકીશ.અત્યાર સુધી હું સાયકલ ન હોવાને કારણે બેરોજગાર હતો અને મને આવવા જવા માટે મારો ભાઈ મને પોતાના ખોળામાં ઉઠાવીને હરાવી ફરાવી શકતો હતો.
પરંતુ આજે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટે આપેલી ટ્રાઈસિકલ ઘણી ઉપયોગ લાગશે અને જાે મને રોજગારી મળશે તો હું ત્યાં પહોંચી પણ શકીશ.
પોતાના હાથમાં આવેલી નવી ટ્રાઈસિકલ જાેઈને દિવ્યાંગના ચહેરા ઉપર ખુશીની રોનક હતી તેનાથી ટ્રાઈસિકલ આપનારા સંસ્થાના ચહેરા ઉપર પણ એટલી જ ખુશી હતી કે સાચા અર્થમાં અમે એક સાચા લાભાર્થીને હાથો હાથ લાભ પહોંચાડ્યો છે.